ગુજરાત

gujarat

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 18 થી 44 વય જૂથના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ

By

Published : Jun 6, 2021, 2:42 PM IST

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18 થી 44 વર્ષ વય જુથના તમામ વ્યક્તિઓને કોવિડ - 19 રસી આપવાનો પ્રારંભ થયો છે.નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે,ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

yy
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 18 થી 44 વય જૂથના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ

  • વડોદારા ગ્રામ્ય વિસ્તારમાં 25 રસીકરણ કેન્દ્ર કાર્યરત
  • coWIN પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • એક દિવસમાં 5000 લોકોને રસી આપવાનું લક્ષ્ય

વડોદરા: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 25 રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. એક કેન્દ્ર પર 200 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. રસી માટે તમામ લાભાર્થીઓએ ઓનલાઈન CoWIN પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ બુક કરાવવાનો રહેશે. 18 થી 44 વર્ષના લોકો માટે સ્થળ પર રજીસ્ટ્રેશન થઈ શકશે નહી, જ્યારે 45 થી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ પણ ૨૫ કેન્દ્રો ખાતે રાબેતા મુજબ ચાલુ રહેશે.

5000થી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય

વડોદરા જિલ્લામાં 18 થી 44 વય જૂથના 7.50 લાખ નાગરિકો છે. જિલ્લાના 25 રસીકરણ કેન્દ્રો પરથી દરરોજ 200 લેખે 5000 નાગરિકોને રસી આપવાનું અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 18 થી 44 અને 45 થી વધુ વય ધરાવતા લોકો સહિત રોજ દસ હજાર લોકોને રસી આપવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 4.05 લાખ લોકોનું અત્યાર સુધી રસીકરણ કરવામાં આવ્યું છે. 18 થી 44 વય જૂથના નાગરિકો માટે દરરોજ સાંજે પાંચ કલાકે સ્લોટ ઓપન થશે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ પણ વાંચો : વડોદરામાં રસીકરણ સેન્ટરોની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ના બોર્ડ લાગ્યા

ધાત્રી માતા પણ રસી મુકાવી શકશે

કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. કોવેક્ષીનનો પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો રહેશે.કોરોનાગ્રસ્ત થયેલ દર્દીઓ ત્રણ માસ પછી રસી મુકાવી શક્શે.ધાત્રી માતાઓ પણ કોરોના રસી મુકાવી શકશે.

આ પણ વાંચો : વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાઇ

ABOUT THE AUTHOR

...view details