વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત ઓપરેશન - Vadodara police conducted a joint operation
વડોદરા: શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સકુંલની આજુબાજુ ખાણી પીણીની જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરીનાં 21 નમુના લેવામાં આવ્યા હતા.
![વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત ઓપરેશન વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5206804-thumbnail-3x2-vadodra.jpg)
સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં યુવાધન મોજશોખ અને સ્ટેટ્સ સિમ્બોલ માટે નશાના રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. આજના યુવધનને નશાના રસ્તા પરથી પાછા લાવવા માટે વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યુ છે. જેના ભાગરૂપે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ શૌક્ષણિક સંકુલની આજુબાજુની ખાણી પીણીની જગ્યાઓ ઉપર સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી..જેમાં 4 જેટલી ટીમ બનાવવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન 21 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા.