- વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી રેપિડ ટેસ્ટ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરાશે
- જિલ્લા કલેકટરે કોવિડ સ્થિતિના સંદર્ભમાં કરી સમીક્ષા બેઠક
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા નિર્દેશ
વડોદરાઃકોરોનાના વધતા જતાં વ્યાપને લઈ વડોદરા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવશે. જે અંગે જીલ્લા કલેકટરે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે શરૂ કરવાની જીલ્લા આરોગ્ય તંત્રને સૂચના
વડોદરા જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આગામી સોમવાર થી કોવિડ વિષયક તકેદારીના ભાગરૂપે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે શરૂ કરવાની જિલ્લા આરોગ્ય તંત્રને સૂચના આપી છે. તેમણે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા આરોગ્ય સેવાઓને સઘન બનાવવા પણ જણાવ્યું છે.