ગુજરાત

gujarat

ETV Bharat / state

હોટલમાં દાલબાટી સાથે પીરસાયો વંદો - વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ

વડોદરાઃ જિલ્લાના સાવલીના ટીમ્બા રોડ પર આવેલી ખાણીપીણીની હોટલમાં સાવલીના જ્યેન્દ્ર રાઠોડ તેના મીત્ર સાથે જમવા ગયા હતા.જ્યાં દાલબાટીનો ઓર્ડર આપ્યો હતો દાળમાં મહાકાય વંદા જેવું જીવડું દેખાતાં ચમકી ઉભો થયો હતો અને ઉલ્ટી કરી સાથી મીત્ર સાથે હોબાળો મચાવ્યો હતો વધુ પ્રમાણમાં ઉલ્ટી કરતાં સાવલીના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવામા આવ્યો હતો.

હોટલમાં દાલબાટી સાથે પીરસાયો વંદો

By

Published : Oct 11, 2019, 7:52 PM IST

સાવલીની એક ઠંડા ખાણીની નામાંકિત દુકાને પણ આવી જ કંઈક ઘટના બન્યાનો વિડીઓ સોશિયલ મીડિયામાં ફરતો હતો પણ બહાર ગામના લોકો હોવાથી સમાધાન કરી ચાલ્યા ગયા હતા.

હોટલમાં દાલબાટી સાથે પીરસાયો વંદો

આ બાબતે હોટલ સંચાલકને પૂછતાં તેવો એ હવે પછી આવી ઘટના નહિ બનેનું જણાવ્યું હતું. પણ વડોદરા આરોગ્ય વિભાગ શહેરમાં આગામી દીપાવલીના તહેવારોમાં હોટલોમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે, ત્યારે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ અને વહીવટીતંત્રના યોગ્ય આરોગ્યલક્ષી ધારાધોરણ વગર રાતોરાત સાવલી ગોઠડા ચોકડીથી ટીમ્બા રોડ પર ધોળેશ્વર મહાદેવ સુધી અસંખ્ય ખાણીપીણીની ઉભી થયેલ હાટડીઓ માટે સાવલીનું તંત્ર ક્યારે સજાગ થશે.


ABOUT THE AUTHOR

...view details