ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા મધ્યસ્થ જેલમાં કોબ્રા સાપનુ કરાયુ રેસ્ક્યૂ - વડોદરા મધ્યસ્થ જેલ

વડોદરા મધ્યસ્થ જેલમાં મહિલા કેદીઓની બેરેક પાસેથી કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરાયું હતું. તો આ સાથે જ જંબુસરના તલાવપુરા ગામની શેરીના એક મકાનમાંથી મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

વડોદરા મધ્યસ્થ જેલમાં  કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરાયું
વડોદરા મધ્યસ્થ જેલમાં કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરાયું

By

Published : Apr 8, 2020, 8:40 PM IST

વડોદરા : જિલ્લાની સેન્ટ્રલ જેલની મહિલા જેલમાં એક સાપ આવી પહોંચ્યો હતો અને સાપના કારણે મહિલા કેદીઓ ખૂબ ગભરાઇ ગઇ હતી. આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સંચાલક અરવિંદ પવારને કરાતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા હતા.

જોકે સાપ મહિલા જેલની નજીકમાં ઉંદરના દરમાં હતો. જેથી બે કલાકની મથામણ બાદ દરમાંથી બહાર કાઢી કોબરાને રેસ્ક્યૂ કરાયો હતો.

બીજી તરફ જંબુસર સ્થિત તલાવપુરા ગામમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે, ગામના તળાવમાં રહેતો મગર ગામની શેરીમાં આવી ચડ્યો છે. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details