ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા ખાતે CM રૂપાણીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલી... - Rupani

વડોદરા: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બલિદાન દિવસ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બલિદાન દિવસ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, કાશ્મીર આપણું કમિટમેંટ છે અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી 370 મી કલમ હટાવવી એ આપણા ચૂંટણી ઢંઢેરાનું વચન છે.

વડોદરા ખાતે CM રૂપાણીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલી..

By

Published : Jun 25, 2019, 4:14 AM IST

તેમણે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’ ની પંક્તિઓ યાદ દેવડાવતા દેશની લોકશાહીને ઉની આંચ નહીં આવવા દઇએ તેવો મક્કમ સંકલ્પ કરવા અનુરોધ કરવાની સાથે દેશ માટે રાજય માટે લોકો માટે સતત જવાબદારીનું ભાન અને ધ્યાન રાખીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.

વડોદરા ખાતે CM રૂપાણીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલી...

વડોદરા ભારતીય જનતા પક્ષ આયોજિત બલિદાન દિવસ-કટોકટી દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય જનસંઘના આદ્યસ્થાપક અને કાશ્મીર માટે બલિદાન આપનારા શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવસભર અંજલી આપી હતી. કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવી રાખવા તેમણે આપેલી કુરબાનીની ભૂમિકા આપી હતી તે સ્મરણો યાદ કર્યા હતા. જો કે, વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 370 કલમ અંગે નહેરુએ સમાધાન કર્યું અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો જે ભૂલ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

મહત્વનું છે કે, આ ચૂંટણીમાં કાશ્મીરનો મુદ્દો મહત્વનો રહ્યો હતો. કાશ્મીરને બચાવવું હશે તો નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા પડશે. આથી મતદારોએ ખોબે ખોબે મત આપ્યા અને દેશમાં ફરી ભાજપનો ભગવો લેહરાયો.

ABOUT THE AUTHOR

...view details