રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારથી રાત સુધીમાં ડભોઈ તાલુકામાં 152 મી.મી, હાલોલ 143 મી.મી એટલે કે 6 ઈંચ, કરજણ તાલુકામાં 137મી.મી અને વાધોડિયામાં 124 મી.મી. મળી બે તાલુકાઓમાં 5 ઈંચ જેટલો ઉમરપાડામાં 118 મી.મી, સંખેડામાં 117મી.મી અને બોડેલીમાં 105 મી.મી મળી કુલ ત્રણ તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે જ પાદરામાં 73 મી.મી મળી કુલ 13 તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજયના અન્ય 30 તાલુકાઓમાં બે ઈંચથી વધુ અને અન્ય 45 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
વડોદરામાં 20 ઈંચ વરસાદ, CM રૂપાણીની સતત નજર - ગુજરાત વરસાદ
વડોદરાઃ શહેરમાં ચાર કલાકમાં ભારે વરસાદથી સર્જાયેલી શહેરની સ્થિતિને લઈ પ્રી-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી છે. જેમાં 2 IAS અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સૂચના આપી છે.
![વડોદરામાં 20 ઈંચ વરસાદ, CM રૂપાણીની સતત નજર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4003504-thumbnail-3x2-cm.jpg)
vadodara
વડોદરામાં 20 ઈંચ વરસાદ, CM રૂપાણીએ બે સચિવને સમીક્ષા કરવા મોકલી દીધા
રાજ્યમાં 101 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાદ વરસ્યો છે. જેમાં મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં 442 મી.મી એટલે કે 18 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી હતી. જેમાં તેમણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાતર કરવાની લોકોને અપીલ કરી હતી.
Last Updated : Aug 1, 2019, 10:48 AM IST