ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણી વડોદરા નાગરિક સમિતિ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે - વડોદરા નાગરિક સમિતિ

વડોદરા: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35(A)ને નાબૂદ કરતા વડોદરા ખાતે ભવ્ય "ભારત એકતા કૂચ" કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે." વડોદરા નાગરિક સમિતિ" દ્વારા શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની આગેવાની હેઠળ એક વિશાળ " ભારત એકતા કુચ" નું આયોજન કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા નાગરિક સમિતિ આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી

By

Published : Sep 13, 2019, 9:00 PM IST

દેશમાં જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે બાધારૂપ કલમ 370 તથા 35A કલમોને નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે સંસ્કારી નગરી વડોદરામાં 15 સપ્ટેમ્બરે વડોદરા નાગરિક સમિતિ દ્વારા શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની આગેવાની હેઠળ એક વિશાળ "ભારત એકતા કુચ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રેલીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ફ્લેગ ઓફ કરાવશે.આ વિશાળ એકતા કુચ યાત્રા શહેરના પોલોગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શહેરના કીર્તિ સ્તભ, શહિંદ ભગતસિંહ ચોક, અમદાવાદી પોળ તેમજ કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા નાગરિક સમિતિ આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી

વડોદરા ખાતે યોજાનાર ભારત એકતા કૂચ યાત્રામાં શહેરના વિવિધ એનજીઓ, ધાર્મિક સસ્થોના સંતો, મહંતો, ધર્મગુરુઓ તેમજ શહેરના વિવધ સંગઠનો અને મંડળો સ્કૂલ કોલેજો સહિત સહિત અંદાજે 25 હજાર લોકો આ યાત્રામાં જોડાશે.આ રેલીમાં 370 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ પર શહેરીજનો પોતાના હસ્તાક્ષર કરશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details