- આવતીકાલે શનિવારે વિજય રૂપાણી બનશે ડભોઈના મહેમાન
- વિજય રૂપાણી 4 યોજનાનું લોકાર્પણ કરાશે
- 54 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણી પૂરવઠાનું ખાતમુહૂર્ત
આવતી કાલે CM રૂપાણી ડભોઈની મુલાકાતે, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
વડોદરાઃ આવતીકાલે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડભોઈની મુલાકાતે આવશે. અહીં તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા બલ્ક પાઈપલાઈન ભાગ 1-2માં કરજણ શિનોર વડોદરા સાઉથ વિસ્તારોને પાણી યોજનાના ખાત મુહૂર્ત કરશે.
આવતી કાલે CM રૂપાણી ડભોઈની મુલાકાતે, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે રૂપિયા 54 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણી પૂરવઠા યોજનાનું લોકાર્પણ
આવતીકાલે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડભોઈના મહેમાન બનશે. અહીં તો ડભોઈ પાણી પૂરવઠા જૂથ યોજના પાર્ટ-2માં તાલુકાના 88 ગામ સહિત વસાહતો મળી આશરે રૂપિયા 54 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણી પૂરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત જિલ્લાના પાદરા સુધારણા જૂથ પાણી પૂરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઈપલાઈન ભાગ એક તથા બેનું ખાતમુહૂર્ત થશે. જેના કારણે કરજણ, શિનોર અને વડોદરા સાઉથ વિસ્તારોને પીવાનું પાણી મળશે. ડભોઈ વહીવટી તંત્ર દ્વારા તેમના સ્વાગત માટે ડભોઇ એ.પી.એમ.સી.મેદાન ખાતે તડામાર તૈયારીઓ કરી વિશાળ મંડપ અને સ્ટેજ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ કલેક્ટર શાલિની અગ્રવાલે પણ એપીએમસી મેદાનનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વહીવટી તંત્રને આપ્યું હતું.