વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વડોદરાઃદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન આ કાર્યક્રમને સાંભળવા માટે માંજલપુરની આત્મીય વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. મહત્વનું છે કે, બાળકોમાં પરીક્ષાના ભયને દૂર કરવા માટે વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદ કરે છે. ત્યારે આ વખતે આ કાર્યક્રમમાં 15 સ્કૂલોના 1,000થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા.
આ પણ વાંચોDrawing Competition PM મોદીએ પરીક્ષા અંગે આપેલા મંત્ર પર કચ્છમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા
વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને વધાવ્યો હતો. વડોદરાની શાળામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને વર્ચ્યૂઅલ માધ્યમથી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને વિવિધ સવાલો કર્યા હતા, જેને વડાપ્રધાને ઉત્તર આપ્યા હતા.
વડાપ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ છઠ્ઠી વાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે દરમિયાન તેમણે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે સીધો અને વર્ચ્યૂઅલ કાર્યક્રમ દ્વાર સવાલોના જવાબો આપ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ. પરીક્ષાના સમયમાં કઈ રીતે વાંચન કરવું જોઈએ સહિત ડિપ્રેશન અને અન્ય બાબતોથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારે તમામ વિદ્યાર્થીઓના સવાલોના ઉદાહરણ સાથે વડાપ્રધાન દ્વારા સરળતાથી સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થોના મંતવ્યો:વડાપ્રધાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવ આવતા જણાવ્યું હતું કે, મોબાઈલ અને ઇન્ટરનેટની સગવડોને લઈ વિદ્યાર્થીઓને ખાસ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ પોતાના પરિવાર સાથે એક આત્મીય ભાવ સંકળાય રહે તે માટે ઈન્ટરનેટ જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ અને પરીક્ષાને કઈ રીતે આપવી જોઈએ તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં કોની ઉપસ્થિતિ:આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, મેયર કેયૂર રોકડીયા, ધારાસભ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ, કલેક્ટર એ. બી. ગોર સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને 15 સ્કૂલોના 1,000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા કક્ષાના કાર્યક્રમ:તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં વાઘોડિયામાં ડૉ. એન. જી. શાહ હાઈસ્કુલ, ડભોઇમાં દયારામ હાઇસ્કૂલ, શિનોરમાં ભારત હાઇસ્કુલ, સાધલી ખાતે, પાદરામાં ઝેન સ્કુલ, કરજણમાં માનવ કેન્દ્ર સ્કુલ, કંડારી ખાતે, સાવલીમાં ગુરૂ મુકુટ રામજી સ.મા.શાળા, મંજુસર ખાતે, ડેસરમાં શ્રી એમ.કે.હાઇસ્કુલ, ખાતે અને વડોદરા ગ્રામ્યમાં શ્રી બળીયાદેવ હાઇસ્કુલ પોર ખાતે યોજાયો હતો. વડોદરા જિલ્લાની તમામ શાળાઓ પણ જીવંત કાર્યક્રમ વિધાર્થીઓ નિહાળી શકે એવી સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.