ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેરેથોનનો કરાવ્યો પ્રારંભ

વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel and Harsh Sanghvi flag off) મેરેથોનની 10મી આવૃત્તિને (10th edition of the marathon in Vadodara) ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વડોદરા શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્થળોની ઉજવણી પણ સામેલ થયા છે. આ રેસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની હાજરી જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન (Chief Minister Bhupendra Patel ) ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવલખી મેદાન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા નિર્ધારિત રનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન દ્વારા જવાન રન, સ્વચ્છતા રન, સંકલ્પ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે,આ મેરેથોનમાં કુશળ હાફ મેરેથોનર તરીકે હર્ષ સંઘવીએ 5 કિમીની દોડમાં દોડતા જોવા મળ્યા છે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા મેરેથોનનો પ્રારંભ કરાવ્યો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા મેરેથોનનો પ્રારંભ કરાવ્યો

By

Published : Jan 8, 2023, 1:28 PM IST

વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેરેથોનનો કરાવ્યો પ્રારંભ

વડોદરા:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel and Harsh Sanghvi flag off) આ અવસરે સ્પષ્ટ પણે ક્હ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની જે મેરેથોન (10th edition of the marathon in Vadodara) સતત ચાલી રહી છે તેમાં જનજન સહભાગી બન્યા છે. આ વિકાસમાં વિશ્વાસનું પ્રતિબિંબ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વને પ્રચંડ લોક સમર્થનથી જોવા મળ્યું છે. તેનું અમે ઋણ સ્વીકારીએ છીએ. ગુજરાતના વિકાસ પ્રત્યેની અમારી જવાબદારી પણ હવે બમણી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સ્વાસ્થ્ય માટે વડોદરાના શહેરીજનોની આ મેરેથોનમાં ઉત્સાહપૂર્ણ ભાગદારી નિહાળીને મુખ્યપ્રધાન અભિભૂત થયા હતા વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે.

સ્વસ્થ ભારતની સંકલ્પના:શિયાળાની આવી ઠંડીમાં હુંફાળી પથારીમાંથી બહાર નીકળવાનું મન ના થાય એવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે. તે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે તેમ પણ મુખ્યપ્રધાને ક્હ્યું હતું. તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આવનારા દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:અમદાવાદમાં પતંગબાજોની ફૌજ ઊતરશે, 53 દેશના 126 એક્સપર્ટ પેચ લડાવશે

મુખ્યપ્રધાનનું સ્વાગત:મુખ્યપ્રધાને (Chief Minister Bhupendra Patel )વડોદરા મેરેથોનની 10મી આવૃત્તિનો ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. બેંડની સુરાવલી વચ્ચે મેરેથોન પ્રારંભ થતાંથી સાથે જ મુખ્ય મંચ સામેથી પસાર થઇ રહેલા રમતવીરોએ હર્ષનાદ સાથે મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાને આ દોડવીરોનું ભાવપૂર્વક અભિવાન ઝીલ્યું હતું. વિવિધ શ્રેણીની મેરેથોનનો પ્રારંભ કરાવવાની સાથે તમામ રમતવીરોનું સસ્મીત અભિવાદન ઝીલી મુખ્યપ્રધાને પોતાના મિતભાષી અને મૃદુ સ્વભાવનો પરિચય આપ્યો હતો વડોદરા મેરેથોન સર્વ સમાવેશક પણ બની રહી હતી.

પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા:આ વખતની મહાદોડ માટે 62 હજાર જેટલા નાગરિકોએ નોંધણી કરાવવાની સાથે દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ મહાદોડમાં સહભાગી બન્યા હતા.આ વેળાએ મેયર કેયુરભાઇ રોકડિયા, મુખ્ય દંડક બાળુભાઇ શુક્લ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી વિજયભાઈ શાહ, આયોજક સંસ્થાના તેજલ બેન અમીન, સમીરભાઈ ખેરા, ઉપરાંત કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો:અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો આજથી પ્રારંભ, જૂઓ અદભૂત તસવીરો

ABOUT THE AUTHOR

...view details