વડોદરાગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) આગામી સામાન્ય ચૂંટણીની (Gujarat Assembly Election) કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) દ્વારા જાહેરાત થયા બાદ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી (Vadodara District Election Officer) અતુલ ગોરે વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. વિવિધ મુદ્દા પર માર્ગદર્શન આપવા સાથે આદર્શ આચારસંહિતાના અનુપાલન માટે રાજકીય પક્ષોને ભારપૂર્વક જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી વિવિધ મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવા સાથે આદર્શ આચાર સંહિતના અનુપાલન માટે રાજકીય પક્ષોને ભારપૂર્વક જણાવ્યું હતું રાજકીય પ્રચાર અને પ્રસાર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા કલેક્ટરે જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પ્રચાર અને પ્રસાર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં સભા કે રેલી માટેની પરવાનગી આવશ્યક છે. ધર્મ કે જાતિના નામે વર્ગવિગ્રહ ના થાય એ રીતે પ્રચાર અને પ્રસાર કરવાનો રહેશે. ધાર્મિક સ્થાનો અને શૈક્ષણિક સંકુલોમાં પ્રચાર નહીં કરી શકાય. સરકારી ઇમારતો ઉપર કોઇ પણ પ્રકારના રાજકીય પ્રચારાત્મક સાહિત્ય (Political propaganda literature) લગાવી શકાશે નહીં. ખાનગી મિલકતો ઉપર તેના માલિકની પરવાનગી વિના આવું સાહિત્ય નહી લગાવાઇ.
રાજકીય પક્ષોનો સહયોગ આવશ્યક છે ચૂંટણી પ્રક્રિયામાં તમામ લોકોની સક્રિય ભાગીદારી ખૂબ જ જરૂરી છે. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર(District Election System) દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોનો સહયોગ આવશ્યક છે. વિવિધ પરવાનગીઓ, રાજકીય પ્રવાસો સહિત મુખ્ય નિયમો સહિતનું માર્ગદર્શન રાજકીય પક્ષોને આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર સુશ્રી મિતા જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Deputy District Election Officer) હર્ષવર્ધનસિંહ સોલંકી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આચારસંહિતાનો અમલ તેવી અલગ અલગ માહિતી આપવામાં આવીકોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું કે, ગઈ કાલે ચૂંટણીની જાહેરાત થઇ છે. લોકશાહીનો પર્વ કહેવાય તમામ રાજકીય પક્ષોને અહીંયા મુખ્ય જિલ્લા અધિકારી કલેકટર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જે રીતે આચારસંહિતાનો અમલ (Model Code of Conduct for Gujarat Election) થાય અને અલગ અલગ માહિતી આપવામાં આવી હતી. અમારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરવાની હતી. એ વાતચિત અમે કરી છે. ખુબ જ સારો પરિશાદ કૅલૅક્ટરે આપ્યો છે. તે વાતનો અમને આનંદ છે. નિષ્પક્ષ ચૂંટણી થશે એવો અમને વિશ્વાસ છે.
ચૂંટણી કમિશનર તથા ચૂંટણીના અધિકારીઓએ જે નિયમો કર્યા નિયમોજિલ્લા બીજેપી પ્રમુખ એ જણાવ્યું હતું કે, ગઈ કાલે આખા ગુજરાતના ચૂંટણીની બે તબક્કાની અંદર જે ડેટ જાહેર કરવામાં આવી છે. એમાં મધ્ય ગુજરાતીની 5 તારીખ છે. એના માટે જે ચૂંટણી કમિશનર તથા ચૂંટણીના અધિકારીઓએ જે નિયમો કર્યા છે. એ રૂલ્સ માટે આજે કૅલેક્ટરે પ્રોટોકોલ મુજબ દરેક નિયમનું કેવી રીતે કરવું એની માટે અમને જ્ઞાન આપ્યું છે.