છેલ્લા 1.5 વર્ષથી આ કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને ન લેવામાં આવતા આજે હડતાળનું શસ્ત્ર ઊગામ્યું હતું. વર્ગ-4ના કર્મીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમને સત્તાવાર રીતે સરકાર દ્વારા 14 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર તેમને માત્ર 8 હજાર પગારની ચુકવણી કરે છે. જો કે, એક સમયે કર્મચારીઓએ આવેશમાં આવી જતાં સરકાર તેમજ સત્તાધીશોના વિરોધમાં ભારે સૂત્રોચાર કરી રામધુન પણ બોલાવી હતી.
વડોદરાના સયાજી હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ ઊતર્યા હડતાલ પર, રામધૂન કરી દર્શાવ્યો વિરોધ - gujarati news
વડોદરાઃ મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-4ના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઊતર્યા છે. જેથી આ તમામ કર્મચારીઓએ એકત્ર થઇ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ ખાતે રામધુન બોલાવી હતી.
જેથી રજુઆત માટે આવેલા કર્મચારીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. અંતે સત્તાધીશો દ્વારા આ કર્મચારીઓને મંગળવારે મુલાકાત માટે સમય આપવામાં આવતાં કર્મચારીઓ શાંત પડ્યા હતા. જો સત્તાધીશો દ્વારા આ મુલાકાતમાં કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો, આગામી સમયમાં ઊગ્ર આંદોલનની ચીમકી પણ ઊચ્ચારવામાં આવી હતી.
આ મામલે કર્મચારી મંડળના આગેવાન અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માગ એટલી છે કે, દોઢ વર્ષથી આ કર્મચાકીઓની પડતર માંગણીઓ આજે પણ પુરી નથી થઇ અને કોન્ટ્રાક્ટર દ્વારા અડધો પગાર કાપી લેવામાં આવે છે. જેથી અને આ મામલે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. જો અમારી માગ પુરી નહિ થાય તો, આગામી સમયમાં ઊગ્ર આંદોલન કરવામાં આવશે.