ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત - કોંગ્રેસ દ્વારા વિરોધ
વડોદરા: શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે યોજાનારા આંદોલનમાં મામલો બીચકતા વિરોધ કરી રહેલા કોંગ્રેસના 30થી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત
વિગતો મુજબ, પોલીસ પરમિશનની અટચણ વચ્ચે અહિંસાના ધરણામાં કોંગ્રેસ દ્વારા કાળા ફુગ્ગા લાવવામાં આવતા મામલો બીચકયો હતો. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી.