વડોદરાઃ મહાનગર પાલિકાએ PPP ધોરણે સીટી બસ સેવા શરૂ કરી છે. સીટી બસ સેવા શહેરની હદમાં શહેરીજનો માટે આર્શીવાદ બની છે, ત્યારે હવે સીટી બસ સેવાનો શહેરની બહાર પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એક વર્ષ અગાઉ રણોલી ગામના લોકોએ સીટી બસ સેવાની સુવિધા તેઓના ગ્રામજનોને મળે તેવી રજુઆત કરી હતી. તેઓની આ રજૂઆતને ધ્યાનમાં રાખી રણોલી ખાતેથી દિવસ દરમિયાન 10 રૂટ મુકવામાં આવ્યા હતા.
વડોદરાની સીટી બસ સેવા હવે રણોલી ગામ સુધી પહોંચી, સરપંચ અને ગ્રામજનોએ કરાવ્યો પ્રાંરભ
વડોદરા શહેરમાં શહેરીજનો માટે શરૂ થયેલી સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી છે. સરપંચ સહિત ગ્રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભ કારાવ્યો હતો
સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી, ગ્રાજનોએ સીટી બસ સેવાનો કરાવ્યો પ્રાંરભ
વડોદરા ધંધો રોજગાર અને નોકરી માટે રણોલીથી આવતા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સારી એવી રાહત મળશે. ગામના સરપંચ દિશાલી મિલન પટેલ સહિતના રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.