નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે શહેરીજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા ઘટનાને વખોડી કાઢવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.
વડોદરા નિર્ભયા કાંડઃ આરોપીને ઝડપી પાડવાની માગ સાથે નાગરીકોની મૌન રેલી - વડોદરામાં નાગરીકોની મૌન રેલી
વડોદરા: શહેરના નિર્ભયા કાંડના આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધીની મૌન રેલી કાઢવામાં આવી હતી.
vadodara
ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા આજરોજ ગાંધીનગર ખાતેથી વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. મૌન રેલીમાં વડોદરાના નિર્ભયા કાંડ સામે રોષ વ્યક્ત કરતાં પ્લે-કાર્ડ અને બેનર્સ સાથે મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતાં. પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીઓને ઝડપી પાડવાની માંગણી સાથે નિકળેલી મૌન રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી.