વડોદરાના સાવલીમાં ધનતેજ ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરાયું - બાળસંસદની રચના
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ધનતેજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓને બાળપણથી જ મતદાન અને વહીવટ અંગે જાગૃતિ કેળવવાના માટે શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના ઉમેદવારોની ચૂંટણી પણ કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
આ શાળામાં બાળ સંસદનું આયોજન કરાયું હતું. જેમાં બાળ સંસદની રચના કરવા 6 થી 8 ધોરણના 10, વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. અને તેઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ મતદાન 136માંથી 117 વિદ્યાર્થી મતદાતાઓએ મતદાન કર્યું હતુ. સૌથી વધુ મત સોલંકી કિશનકુમારે મેળવતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ ધનતેજ પ્રાથમિકશાળાના અધ્યાપક અને શિક્ષકોએ બાળ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ અને ફરજ તેમજ વહીવટ અંગેની સમજ કેળવવા સફળ પ્રયત્ન કર્યા હતા.