ગુજરાત

gujarat

ETV Bharat / state

અનોખી ચૂંટણી, બાળકોએ EVM મશીન દ્વારા કર્યું મતદાન...

વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન(BAL SANSAD CHUNTANI 2022) કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મોબાઈલમાં બનાવાયેલા ખાસ EVM મશીનથી મતદાન કર્યું. આ શાળામાં વર્ષ 2015થી બાલસાંસદનું આયોજન કરવામાં આવે છે.

અનોખી ચૂંટણી, બાળકોએ EVM મશીન દ્વારા કર્યું મતદાન...
અનોખી ચૂંટણી, બાળકોએ EVM મશીન દ્વારા કર્યું મતદાન...

By

Published : Jul 29, 2022, 5:42 PM IST

વડોદરા: ભારત દેશ લોકશાહી દેશ છે. જેમાં દરેક નાગરિકને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો પૂરેપૂરો અધિકાર રહેલો હોય છે. આ ચૂંટણીતો થઈ મોટા લોકોની. પરંતુ અહીં વાત છે નાના બાળકોની ચૂંટણીની, બાલસંસાદ. જેમાં પ્રક્રિયા તમામ મુખ્ય ચૂંટણીની જેમ જ છે, પરંતુ બસ અહીં બાળકો પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી રહ્યા છે. જે આવનારા સમયમાં શાળાના કાર્યક્રમો(BAL SANSAD CHUNTANI 2022 ) તથા સમસ્યાઓનું ધ્યાન રાખશે.

બાળ સાંસદની ચૂંટણી

બાલસાંસદની ચૂંટણીનું આયોજન -વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં (Swami Vivekananda Primary School)બાલસાંસદની ચૂંટણીનું આયોજન(BAL SANSAD CHUNTANI 2022 ) કરવામાં આવ્યું હતું. જેમાં 159 વિદ્યાર્થીઓએ મોબાઈલમાં બનાવાયેલા ખાસ EVM મશીનથી મતદાન કર્યું. આ શાળામાં વર્ષ 2015થી બાલસાંસદનું( Vadodara Town Primary Education Committee )આયોજન કરવામાં આવે છે. બાલસાંસદની ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપતા શાળાના આચાર્ય દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ લોકશાહી અને નેતૃત્વની દરેક નાનામાં નાની વિગત જાણે તે માટે આ અનોખી ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃDivaso 2022 : દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત

વોટ કરીને તેમના ઉમેદવારોની પસંદગી કરી -આ ચૂંટણીમાં ધોરણ 6 થી 8 ના બાળકો ઉમેદવારના બન્યા અને તેઓએ જ વોટ કરીને તેમના ઉમેદવારોની પસંદગી કરી છે. ભવિષ્યમાં બાળકોને EVM મશીનની પ્રક્રિયાનો ખ્યાલ હોવો જોઈએ. તે ઉદ્દેશ્ય સાથે બેલેટ પેપરમાં 16 ઉમેદવાર અને 1 નોટા એમ કુલ 17 નામ ખાસ પ્રકારે બનાવવામાં આવેલા EVMમાં દર્શાવવામાં આવ્યા હતા. બાલસાંસદમાં સરગરા જય, રાઠવા કિશન, રાઠવા અનિલ, મારવાડી આરતી અને વિશ્વકર્મા પૂનમ વિજેતા બન્યા છે. જેમાં સૌથી વધુ મત સાથે જીત પ્રાપ્ત કરનાર ધોરણ 6 ના વિધાર્થી સરગરા જયને શાળાનો મહામંત્રી બનવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃVNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ જોવા મળશે

મતદાન EVM દ્વારા કરવામાં આવ્યું -શાળામાં મતદાન EVM દ્વારા કરવામાં આવ્યું. જેથી વિદ્યાર્થીઓ લોકશાહીની તથા નેતૃત્વની ઓળખ કરાવતી આ પ્રવૃત્તિ પૂરેપૂરી રીતે પદ્ધતિસર કરવામાં આવી છે. ભવિષ્યમાં ઇવીએમથી મતદાન કરતા થાય ત્યારે ચૂંટણીલક્ષી તમામ પ્રક્રિયાથી માહિતગાર થાય, આ જ ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વોટિંગ પ્રક્રિયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details