ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના બાળ કલાકારો ગીત સંગીતના માધ્યમથી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી - વડોદરાના બાળ કલાકારો ગીત

વડોદરામાં જન્માષ્ટમી પર્વ શ્રી કૃષ્ણ મહોત્સવને લઈ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શહેરના બાળ કલાકારોએ પણ સુંદર મજાના ભજન કીર્તન તેમજ ગરબા ગાઈ બાલ ગોપાલની ભક્તિમાં તરબોળ બન્યા હતા.

વડોદરાના બાળ કલાકારો ગીત સંગીતના માધ્યમથી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી
વડોદરાના બાળ કલાકારો ગીત સંગીતના માધ્યમથી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી

By

Published : Aug 30, 2021, 2:32 PM IST

  • વડોદરામાં બાળ કલાકારો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી
  • ગીત સંગીતના માધ્યમથી બાળકોએ શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ઉજાગર કરી
  • સુરો રેલાવી બાલ ગોપાલના વધામણાં કર્યા

વડોદરા: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ કૃષ્ણ પક્ષ આઠમ ના રોજ થયો હતો.કૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે.આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી દસ અવતાર ધારણ કર્યા છે.આ બધા જ અવતારો માં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાનાં કારાગૃહમાં લીધો હતો.સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે વડોદરાના બાળ કલાકારોએ પણ બાલ ગોપાલ પર સુંદર ભજન તેમજ ગરબા ગાઈ જન્માષ્ટમીની ઉજવણી કરી છે.

વડોદરાના બાળ કલાકારો ગીત સંગીતના માધ્યમથી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી

વડોદરામાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડોદરામાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી થવા પામી છે તો બીજી તરફ વડોદરા શહેરના બાળ કલાકારોએ પણ તેમના સ્વર થકી શ્રી કૃષ્ણ ભક્તિ ની ઝાંખી કરાવી હતી. શહેરની 12 વર્ષીય આરુષિ પટેલ છેલ્લાં પાંચ વર્ષથી ગીત સંગીતનો અભ્યાસ કરી રહી છે. જ્યારે 15 વર્ષીય શિવ માલુકર છેલ્લા 9 વર્ષથી આ કલાક્ષેત્રમાં પુરુષાર્થ કરી રહ્યો છે.તેમને ગીત સંગીતની કલાનું જ્ઞાન આપનાર નંદ કિશોર ભાવે આરુષિ અને શિવને ગાવાની સાથે સાથે વાજિંત્રો વગાડવાની પણ તાલીમ આપી રહ્યા છે.જન્માષ્ટમી નિમિતે આ બન્ને બાળ કલાકારોએ પોતાના ગીત સંગીતના માધ્યમથી સુરો રેલાવી બાલ ગોપાલને યાદ કરી તેમની શ્રી કૃષ્ણ પ્રત્યેની ઉજાગર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details