- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે પાદરા તાલુકાના ડભાસા ગામની મુલાકાત લીધી
- અનિલ મુકીમે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શ આપ્યું
- ઈ ગ્રામપંચાયત સેવા અંતર્ગત ચાલતી કામગીરી નિહાળી જરૂરી માર્ગદર્શન આપ્યું
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે પાદરા તાલુકાના ડભાસા ગામની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું
વડોદરા: પાદરા તાલુકાના ડભાસા ગામે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. સાથે ડભાસા ગ્રામ પંચાયતમાં આવતા ખંડેરાવપુરા ગ્રામપંચાયત તેમજ એકલબારા પાસે આવેલા ખાનગી કંપનીના લોકભાગોદારીથી ખંડેરાવપુરામાં ગટર લાઈનના પાણીનું રિસાયકલિંગ કરી તેનો ઉપયોગ ગામના ખેડૂતો ખેતરમાં ખાતર તરીકે કરે તે પ્રોજેકટની પણ મુલાકાત લીધી હતી.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે પાદરા તાલુકાના ડભાસા ગામની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું રોજિંદા 1,20,00 લીટર પાણી ટ્રીટ કરીને ખેતીના ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે જ પ્રોજેકટમાં જેમણે સહાય કરી છે તે શ્રોફ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્ય સચિવે ગામમાં ચાલતા ઈ ગ્રામ પંચાયત સેવા અંતર્ગત સાતબાર, રેશનકાર્ડ, ઈ આલેખમાં જન્મ મરણ નોંધણી સહિત પંચાયતમાં ચાલતી કામગીરી તેમજ ડભાસા ગામના તળાવ બ્યુટીફિકેશનની કામગીરી નિહાળી હતી. ડભાસાની મુલાકાતે આવેલા કલેક્ટરની સાથે SDM રાજેશ ઠુમર તથા પાદરા મામલતદાર રિદ્ધિ રાજ્યગુરુ તથા ડભાસાના સરપંચ મનોજ પટેલ સહિત એપીએમસીના ડિરેક્ટર પપ્પુભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે પાદરા તાલુકાના ડભાસા ગામની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું