ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો - વર્ચ્યુઅલી ભરતી મેળો

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો હતો. વડોદરા જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સથી બેઠકોમાં ભાગ લીધો હતો.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો

By

Published : Jan 13, 2021, 12:28 PM IST

  • મુખ્યપ્રધાને કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો
  • રાજ્યમુખ્ય સચિવે બર્ડ ફ્લૂ અંગે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી સમીક્ષા કરી
  • વડોદરા જિલ્લા કલેકટરે વીડિયો કોન્ફરન્સથી બેઠકોમાં ભાગ લીધો

વડોદરાઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શ્રમ અને રોજગાર વિભાગની યોજના અંતર્ગત કોલ સેન્ટર તેમજ વર્ચ્યુઅલ ભરતીમેળાનો ઈ-શુભારંભ કર્યા બાદ રાજ્ય સ્તરે યોજાયેલી વિવિધ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં વડોદરા જિલ્લા કલેકટરે ભાગ લીધો હતો અને વડોદરાની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો

બર્ડ ફ્લુ અંગેની પરિસ્થિતિ સાવચેતી અને તકેદારી સ્વરૂપે લેવાયેલા પગલાંઓની માહિતી આપી

ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓ અંતર્ગત "કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો મંગળવારે ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બર્ડ ફ્લૂ અંગેની સમીક્ષા માટેની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લામાં બર્ડ ફ્લૂ અંગેની પરિસ્થિતિ તેમજ સાવચેતી અને તકેદારી સ્વરૂપે લેવામાં આવેલાં પગલાંઓની માહિતી મેળવી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતી મેળાનો ઇ-શુભારંભ કર્યો

મુખ્ય સચિવે કોરોના રસીકરણ સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી આયોજન અંગેની જાણકારી આપી

રાજ્યના મુખ્ય સચિવે કોરોના રસીકરણ સંદર્ભેની પૂર્વ તૈયારીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. જેમાં તેમણે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારી અને જરૂરી આયોજન અંગેની જાણકારી પૂરી પાડી હતી. તેની સાથે મુખ્ય સચિવે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનાં ભાગરૂપે તા. 17 મી જાન્યુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દહસ્તે પ્રતાપનગરથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી નવી ટ્રેનનાં યોજાનારા ઇ-ફ્લેગઓફ કાર્યક્રમ બાબતે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પણ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ જોડાયાં હતા. તા.25 જાન્યુઆરીનાં રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વીડિયો કોન્ફરન્સથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details