ગુજરાત

gujarat

ETV Bharat / state

આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યપ્રધાને વડોદરાથી પ્રારંભ કરાવ્યો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યપ્રધાને (Digital Dedication of Anganwadi Centers )વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. સુપોષિત માતા-સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે.

આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુક્યપ્રધાને વડોદરાથી પ્રારંભ કરાવ્યો
આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુક્યપ્રધાને વડોદરાથી પ્રારંભ કરાવ્યો

By

Published : May 25, 2022, 7:52 PM IST

વડોદરા શહેરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યપ્રધાને વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી માં-બાળક આજીવન (Digital Dedication of Anganwadi Centers )રાજી એ ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા 800 કરોડની ફાળવણી કરી છે. જેમાં સુપોષિત માતા-સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃAnganwadi in Gujarat: વડોદરામાં કોરોનાકાળ બાદ આજથી આંગણવાડી શાળાઓ શરૂ

આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને સામાજિક ન્યાય અને (Azadi Ka Amrut Mahotsav)અધિકારિતા પ્રધાન પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત ઝોનના સાત જિલ્લાઓ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 1416 આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં 7000 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી ફક્ત બે માસના ટૂંકાગાળામાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યપ્રધાન વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.

શક્તિ મેળાનો પ્રારંભ કરાવ્યોગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે. રાજ્યના તમામ બાળકો સુશિક્ષિત બને તે માટે આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોનું પ્રાથમિક શિક્ષણથી જ સ્થાયીકરણ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયત્નોને પરિણામરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે. મુખ્યપ્રધાને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત શક્તિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. શક્તિ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થશે.

આ પણ વાંચોઃBhavnagar Shishuvihar Anganwadi: પાયાનું શિક્ષણ આપતી શિશુવિહારના શિક્ષણને સરકારે ફરજીયાત બનાવ્યું

આંગણવાડી કેન્દ્રોના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત -આ મેળાની નગરજનો શહેરના નવલખી મેદાન ખાતે તા.30 મે સુધી મુલાકાત લઈ શકશે મુખ્યપ્રધાનએ સગર્ભા માતાઓને પોષણકીટ વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્રો ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજૂરી પત્રો મહિલા ઉદ્યમીઓનું સન્માન, સ્વ.સહાય જૂથોને લોન વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભોનું વિતરણ કરવા સાથે દિવ્યાંગ સાધન સહાય, વડોદરા શહેર જિલ્લામાં રૂપિયા 455 લાખના ખર્ચે નિર્માણ થયેલ 61 આંગણવાડી કેન્દ્રોના ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વડોદરા મહાનગરપાલિકાના જનસુખાકારીના રૂપિયા 24 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details