નવલખી મેદાનમાં વડોદરા પાલિકા દ્વારા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને 5.21 કરોડના ખર્ચે બનાવેલી વોર્ડ નં 1 ની કચેરી, ખોડીયાર નગર ખાતે 7.58 કરોડના ખર્ચે બનાવેલ બુસ્ટીગ સ્ટેશન, 32.34 કરોડના ખર્ચે ફાજલપુર ફ્રેન્ચવેલથી છાણી સુધી ડી આઈ નળીકાનુ લોકાર્પણ કર્યુ હતુ. જેનાથી લોકોને સ્વચ્છ પીવાનુ પાણી મળી રહેશે, તો મુખ્યમંત્રી એ 20 નવી CNG બસો દોડાવવા માટે ફ્લેગ ઓફ પણ કર્યુ હતુ. જેના પગલે નવા વર્ષ નિમિતે વડોદરા વાસીઓને બસની ભેટ આપી હતી.
વડોદરામાં પાલિકાના 170 કરોડના વિકાસના કામોનું મુખ્યપ્રધાને કર્યુ ખાતમુહૂર્ત - vadodara samachar
વડોદરાઃ પાલિકાના 170 કરોડના વિકાસના કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
ગણેશ મહોત્સવ દરમિયાન પાલિકાએ યોજેલી ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધાના વિજેતાઓને મુખ્યપ્રધાને ઈનામ વિતરણ કર્યુ હતું. આ સાથે જ વર્ષો જૂના તુલસીવાડીના પ્લીથ ક્વાર્ટર તથા ધરમપુરા ક્વાર્ટરના દસ્તાવેજ લાભાર્થીઓને અર્પણ કર્યા હતાં. આ સાથે જ ફાયર બ્રિગેડના જવાનોને સારી કામગીરી કરવા બદલ મુખ્યપ્રધાને ચેસ્ટ મેડલ પણ એનાયત કર્યા હતા.આ પાલિકાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, યોગેશ પટેલ, સાંસદ રંજન રંજનબેન ભટ્ટ, મેયર જીગ્નાશાબેન શેઠ, ધારાસભ્યો અને ભાજપના કોર્પોરેટરો કાર્યક્રમમાં જોડાયા હતાં.