ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો

31મી ડિસેમ્બરને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામાં (Vadodara City Police Notification )બાદ બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ (Checking with breath analyzer NDPS kit ) હાથ ધરવામાં આવી રહ્યું છે. યુવાઓ નશાયુક્ત પદાર્થનું સેવન ન કરે અને શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ સતર્ક બની છે. શહેરમાં 55 જગ્યાઓ પર (Blockade in Vadodara )નાકાબંધી સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો
વડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો

By

Published : Dec 30, 2022, 5:02 PM IST

વડોદરા શહેર પોલીસ સતર્ક બની છે

વડોદરાસમગ્ર રાજ્યમાં 31મી ડિસેમ્બરને લઈ ઉજવણીની તૈયારીઓ (31st december celebration vadodara )ચાલી રહી છે. ત્યારે નવા વર્ષના આગમનના વધામણાં કરવા સૌ આતુર છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ (Checking with breath analyzer NDPS kit ) હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને યુવાઓ પોતે નવા વર્ષની ઉજવણીમાં ખાસ શોખ મગ્ન થઈ કોઈ પણ નશાયુક્ત પદાર્થનું સેવન ન કરે અને શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ (Vadodara city police )સતર્ક બની છે અને નાકાબંધી (Blockade in Vadodara )સહિત શહેરના વિવિધ 55 જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો હવે સાયકલ ઉપર પણ 'સી ટીમ' સજ્જ, ભીડવાળી જગ્યાઓ પર રહેશે બાજ નજર

ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં થર્ટી ફસ્ટને લઈ બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ (Checking with breath analyzer NDPS kit ) હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરની 55 જગ્યાએ પોલીસ જવાનો દ્વારા NDPS કીટ અને બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં 200 નંગ બ્રેથ એનેલાઇઝર અને NDPSની 100 કીટનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ કામગીરીમાં 6 ડીસીપી,15 એસીપી કક્ષાના અધિકારીઓ સાથે 32 પીઆઇ, 78 પીએસઆઇ અને 1472 કોન્સ્ટેબલનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે યોગ્ય પગલાં લઈ શકાય.

આ પણ વાંચો મહિલાઓ સાથે મહિલાઓ માટેઃ 31st પર મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ સજ્જ

શી ટીમ સિવિલ ડ્રેસમાં રાખશે નજર વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી છે. પરંતુ આજના સમયમાં ક્રાઈમ રેસીઓને જોતા સતત વડોદરાની શી ટીમ (She Team ) ની કામગીરી પ્રસંશનીય જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ટપોરીઓ પર શી ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જેથી કરી કોઈ અઇચ્છનીય ઘટના ન બને. આ માટે પોલીસની શી ટીમ સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યા પર ફરજ બજાવશે. સાથે વડોદરા શહેર પોલીસના જવાનો પણ શહેરના 55 જેટલા મુખ્ય પોઇન્ટ પર પોતાની ફરજ બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ (Checking with breath analyzer NDPS kit ) પર હાજર રહેશે.

શહેર પોલીસનું જાહેરનામું31 ડિસેમ્બર તમામ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે ખ્રિસ્તી સમાજના લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે.એક બીજાને શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષની ઉજવણી કરે છે. આ પ્રસંગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર એકત્રિત થાય છે અને રાત્રિના સમયે હોટેલ, ફાર્મહાઉસ, ક્લબો, પાર્ટી પ્લોટ જેવા જાહેર સ્થળોએ ડાન્સ તથા ડિનર પાર્ટીઓ કરતા હોય છે. જેથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટતી હોઈ જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને લઈ અડચનરરૂપ ન બને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વડોદરા શહેર પોલીસે જાહેર રસ્તા ઉપર પોતાના વાહન પાર્ક ન કરવા માટે જાહેરનામું (Vadodara City Police Notification ) બહાર પાડ્યું છે. શહેરના કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરી સર્કલ ,સરદાર બજાર રોડ , ફતેગંજ સર્કલ,અટલ બ્રિજ, અકોટા બ્રિજ તેમજ ફતેગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details