ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં શાળા-કોલેજ, મેડિકલ સ્ટોર અને વિવિધ પાન પાર્લરમાં ચેકિંગ - Vadodara Crime Branch

વડોદરા: શહેરના યુવાધનને ડ્રગ્સના દૂષણથી દુર રાખવા માટે શહેર પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો તેમજ પાલિકાના આરોગ્ય વિભાગના સયુંકત ઉપક્રમે શહેરની જુદી જુદી શાળા કોલોજો, મેડિકલ સ્ટોર અને વિવિધ પાન કોર્નરોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.

વડોદરામાં શાળા કોલોજો, મેડિકલ સ્ટોર અને વિવિધ પાન કોર્નરોમાં ચેકીંગ
વડોદરામાં શાળા કોલોજો, મેડિકલ સ્ટોર અને વિવિધ પાન કોર્નરોમાં ચેકીંગ

By

Published : Nov 28, 2019, 6:55 PM IST

વડોદરા શહેરમાં ડ્રગ્સ-ગાંજા સહિતના નશીલા પદાર્થોના કેરિયરોને પકડવા માટે પોલીસની 10 ટીમોએ મેગા ડ્રાઇવ શરૂ કરી હતી. આ ટીમોએ મેડિકલ સ્ટોર, પાનના ગલ્લા અને સોડા શોપ પર ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. વડોદરા શહેરના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રાખવા માટે શહેર પોલીસની મુહિમ પણ જારી કરી હતી.

વડોદરામાં શાળા કોલોજો, મેડિકલ સ્ટોર અને વિવિધ પાન કોર્નરોમાં ચેકિંગ

પોલીસ વિભાગની ક્રાઇમ બ્રાન્ચ, PCB અને SOG સહિતની પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. શહેરના સયાજીગંજ એમ.એસ.યુનિવર્સીટી, ઈલોરપાર્ક તેજસ સ્કૂલ, મહારાણી સાન્તાદેવી સ્કૂલ, બરોડા હાઇસ્કૂલ, બ્રાઈટ સ્કૂલ, જય અંબે સ્કૂલ, કારેલીબાગ, તથા શ્રેયસ હાઈસ્કૂલ અને મકરપુરા જય અંબે હાઈસ્કૂલ સહિતના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક સંકુલની આસપાસ આવેલા વિવિધ પાનના ગલ્લાઓ, દુકાનો અને મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ડોગ સ્કોડને સાથે રાખી ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું.

ડ્રગ્સ મુક્ત વડોદરા અભિયાનમાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. જે પેકેટો પર આરોગ્ય ચેતવણીનું ચિન્હ જણાય તો, સમગ્ર જથ્થાનો નાશ તેમજ નોટિસો ફટકારવામાં આવશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details