કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને આર્ટિકલ 35A હટાવવાના નિર્ણય બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુમલાના ઇનપુટ મળ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર સતર્ક થયું છે. આઈબીના રિપોર્ટ પગલે સુરત પોલીસ પણ એકશનમાં આવી છે અને શહેરમાં પ્રવેશ કરતા વાહનોમાં સધન ચેકિંગ કરી રહી છે.આજ રોજ સુરત પોલીસ દ્વારા ડુમ્મસ રોડથી સુરત સીટી માં પ્રવેશ કરતા તમામ વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શંકાસ્પદ લાગતા વાહન ચાલકો પાસે ઓળખ સહિતના પુરાવાઓની પણ ખાતરી કરવામાં આવી રહી છે.
આતંકી હુમાલાને લઇને પોલીસ એક્શનમાં, વાહનો અને ટ્રેનોનું સઘન ચેકીંગ - આઈબીના રિપોર્ટ પગલે સુરત પોલીસ પણ એકશનમાં
સુરત/વડોદરા: સ્વતંત્રતા દિવસે કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો ન થાય કે માટે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૈશ એ મોહમ્મદ અને ઇન્ડિયન મુઝાહિદ્દીનના હુમલાની આશંકાને કારણે એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુમલાની શકયતાના પગલે આઇબી દ્વારા ઇનપુટ આપવામાં આવ્યા છે. જેના પગલે સુરત, વડોદરા સહિત રાજ્યની પોલીસ સતર્ક જોવા મળી રહી છે. પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા વાહનો અને ટ્રેનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
![આતંકી હુમાલાને લઇને પોલીસ એક્શનમાં, વાહનો અને ટ્રેનોનું સઘન ચેકીંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4115239-thumbnail-3x2-surat.jpg)
checking in public place
આતંકી હુમાલાને લઇને પોલીસ એક્શનમાં, વાહનો અને ટ્રેનોનું સઘન ચેકીંગ
આ તરફ વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોના માલસામાન અને રેલવે સ્ટેશન પર વેઇટિંગ રૂમ સહિત પાર્સલ વિભાગ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, જોકે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોમાં પણ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય પોલીસ અને એજન્સીઓ એલર્ટ પર છે. રાજ્યના મહાનગરોમાં પણ સઘન ચેકીંગ અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને પગલે રાજ્ય પોલીસ અને રેલવે પોલીસ સતર્ક થઈ છે.
Last Updated : Aug 12, 2019, 6:51 PM IST