વડોદરા:બરોડા ડેરીની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં સભાસદો સાથે મોટી સંખ્યામાં સભ્યો પણ જોડાયા હતા. આ સભા જોત જોતામાં સાધારણ સભા તોફાની બની હતી. વડોદરાના છેવાડે આવેલા કેલનપુર ખાતે દૂધ ઉત્પાદકોની(Vadodara Kelanpur Milk Producers) સાધારણ સભા મળી હતી. આ સભા પૂર્વજ સભામાં હોબાળો(Chaos in General Meeting) થશે તેવી માહિતી મળી હતી.
બરોડા ડેરીની સાધારણ સભામાં હોબાળો - પ્રમુખ બરોડા ડેરી
બરોડા ડેરીની આજે 65મી વાર્ષિક સાધારણ સભા(Baroda Dairy Annual general Meeting) યોજાઈ હતી. આ સાધારણ સભામાં શહેરના કેલનપુરમાં દૂધઉત્પાદકોની(Vadodara Kelanpur Milk Producers) સાધારણ સભા યોજવામાં આવી હતી. આ સભામાં પહેલેથી હોબાળો થવાની આશંકા વ્યક્ત કરવાંના આવી રહી હતી.
સભામાં પોલીસની એન્ટ્રી -વડોદરામાં આવેલી બરોડા ડેરીની સાધારણ સભા દરમિયાન એક સભાસદે બનાસ ડેરીના દૂધ ઉત્પાદનના(Milk production of Banas Dairy) આંકડાને લઈને પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના સભાસદોને જાહેર મંચ પર લલકારતા સભા ઉગ્ર બની હતી હતી. બરોડા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સભામાં કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દોડી આવી હતી. સભામાં હોબાળો મચાવનાર સભાસદોને પોલીસ દ્વારા બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો:બરોડા ડેરી વિવાદનો અંત : પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાયો, ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો
સભા ઉગ્ર વિરોધના એંધાણ પહેલેથી જ હતા - 65મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં જ સભામાં વિરોધ સાથે બોલાચાલી થવાની વકી હતી. આ સભામાં એક સભાસદે અવાજ ઉઠવતા સભા ઉગ્ર બની હતી. ગણતરીના સમયમાં સભા આટોપી લેવામાં આવી હતી. સમગ્ર મામલે સભામાં પ્રમુખ(President Baroda Dairy) ,ઉપ્રમુખ(Vice President Baroda Dairy) સહિત સભા ગૃહની બહાર નીકળી ગયા હતા.