ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાને અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલ કહ્યા - Vadodara Ganesh Chaturthi 2022

ગુજરાત રાજ્યમાં ગણેશોત્સવને જાણે રાજકીય રંગ લાગી રહ્યો હોય એવું ચિત્ર જોવા મળે છે. ખાસ કરીને મોટા મોટા પંડાલમાં આવીને રાજકીય નેતાઓ લોકોની નજીક જઈ એમની સાથે જોડાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આવું જ ચિત્ર મહાનગર વડોદરામાં જોવા મળ્યું છે. જ્યાં કેન્દ્રીય પ્રધાન દેવુંસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીના નેતા દેવુસિંહ ચૌહાણ પર પ્રહાર કર્યા છે. Central Minister Devusinh chauhan, Vadodara Ganesh Chaturthi 2022, Vadodara Ganesh Fetival Celebration

વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાને અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલ કહ્યા
વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાને અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલ કહ્યા

By

Published : Sep 4, 2022, 3:40 PM IST

Updated : Sep 4, 2022, 6:28 PM IST

વડોદરાઃ કેન્દ્રિય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ (Central Minister Devusinh chauhan) વડોદરાના વિવિધ ગણતપતિ મંડળોની (Vadodara Ganesh Chaturthi 2022) મુલાકાતે આવ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેજરીવાલ અર્બન નક્સલીઓનું (Urban Naxal Arvind Kejriwal) ટોળું છે. ગુજરાતની પ્રજાની સમજદારી ઉંચી છે. જે આ લોકોને ડીસેમ્બરમાં ખબર પડી જશે. આમ કેન્દ્રીય પ્રધાન નિવેદનને કારણે રાજકારણમાં ગરમાયું છે. રાજ્યમાં ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા.

વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાને અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલ કહ્યા

કેજરીવાલને અર્બન નક્સલી કહ્યાઃ કેન્દ્રિય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ વડોદરાની મુલાકાતે છે. દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર ભારતીયોને ગૌરવ થાય તેવો આઇએમએફનો રિપોર્ટ છે. જ્યારે સમગ્ર વિશ્વના વિકસીત દેશો મંદી તરફ જઇ રહ્યા છે. ત્યારે 13.5 ના ગ્રોથ રેટ સાથે ભારત વિકસીત થઇ રહ્યું છે. આઝાદીના 75 વર્ષે લોકોએ ગર્વ લેવા જેવી વાત છે. ભારતમાં એવા નેતા છે જેની દિર્ઘદ્રષ્ટિના કારણે કોરોના મહામારી બાદ પણ દેશને પ્રગતિના પથ પર લાવ્યા. કેજરીવાલ અને અર્બન નક્સલીઓનું ટોળું છે. જે મેઘા પાટકર જેઓએ નર્મદા વિરોધી આંદોલન કર્યા હતા. આદિવાસીઓને છેતર્યા હતા. ભયંકર પરિકલ્પનાઓ કરી હતી, તે આદિવાસી સુખી થયો છે. તે આદિવાસી વિસ્તારોમાં લોકો 35 લોકો પાસે પોતાનો વ્યસાય ધરાવે છે, બાઇક ધરાવે છે. 56 ટકા લોકોના ઘર પાકા છે.

Last Updated : Sep 4, 2022, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details