વડોદરા: વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર તરીકે સ્વાસ્થ્યકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આજે 'ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે'ના ઉપલક્ષ્યમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સ્ટાફને પુષ્પની પાંખડીઓ અને સેનેટાઇઝર દ્વારા અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પીટલમાં 'ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે'ની ઉજવણી - gujarat corona news update
વડોદરા શહેર અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પીટલમાં 'ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓને સુપ્રિટેન્ડન્ટ દ્વારા સેનેટાઇઝર અને ફુલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરાની સયાજી હોસ્પીટલમાં 'ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે'ની ઉજવણી
જે કાર્યક્રમમાં સયાજી હોસ્પીટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રાજીવ દેવશ્વર,ગાયનેક વડા, મેડિકલ અર્બન સોસાયટીના પ્રમુખ કમલેશ પરમાર અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તમામ સ્ટાફનું અભિવાદન કર્યુ હતું.