ગુજરાત

gujarat

ETV Bharat / state

પાદરાના ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણી

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના જન્મસ્થળ ચાણસદ ખાતે 200થી વધુ શ્રમિકોને અનાજ શ્રમિકોને અનાજની કીટ તેમજ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

chansad
chansad

By

Published : Jan 23, 2021, 7:00 PM IST

  • પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણી
  • જન્મસ્થળ ચાણસદ ખાતે શ્રમિકોને અનાજની કીટ - ધાબળાનું વિતરણ કરાયું
  • 200થી વધુ શ્રમિકોને સહાય કરવામાં આવી
    પાદરાના ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણી

વડોદરા: વિશ્વ વંદનીય સંતવર્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તેઓના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે આગામી ડિસેમ્બર મહિનામાં ઉજવાશે. તે અન્વયે પૂર ઝડપે ચાણસદ ગામના પ્રાસાદિક તળાવનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. 23 જાન્યુઆરીએ બીએપીએસ સંસ્થાના ગુરૂપદે બ્રહ્મલીન પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા. જેને 50 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ પ્રાસાદિક તળાવના રીનોવેશનની કામગીરીને વેગવંતી બનાવામાં આવી હતી.

પાદરાના ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણી

બહોળી સંખ્યામાં બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો તેમજ ચાણસદ ગામના ગ્રામ્યજનો ઉપસ્થિત

આ સ્થળે કામ કરતા આશરે 200 જેટલા શ્રમિકોને અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનાજની કીટ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોઠારી ભાગ્યસેતુ સ્વામી તથા જ્ઞાનવત્સલ સ્વામીજીની ઉપસ્થિતિમાં આ અનાજની કીટ અને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં બહોળી સંખ્યામાં બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો તેમજ ચાણસદ ગામના ગ્રામ્યજનો પણ ખાસ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરી 1971 ના દિવસે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજના અંતરધ્યાન થવાથી પ્રમુખસ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના ગુરુપદે બિરાજ્યા હતા. આ વાતને આજે 50 વર્ષ પૂર્ણ થતા બીએપીએસ સંસ્થા દ્વારા શ્રમિકોને મદદરૂપ બની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details