ગુજરાત

gujarat

ETV Bharat / state

કેરલા સમાજ દ્વારા પંગુમી ઉથથીરમ ઉત્સવની થઇ ઉજવણી

વડોદરાઃ કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે.આથી કેરલા સમાજ દ્વારા પંગુમી ઉથથીરમ ઉત્સવની ઉજવણીના ભાગરુપે ભગવાન કાર્તિકેયની શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 21, 2019, 9:26 PM IST

આજે વડોદરા ખાતે કેરલા સમાજ દ્વારા ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા પંગુમી ઉથથીરમ ઉત્સવના ભાગરુપે શહેરના સુરસાગર ખાતેથી પરંરાગત રીતે શરુ કરવામાં આવી હતી. શાસ્ત્રોકત રીતે પૂજા અર્ચના કરી પારંપરિક પહેરવેશ ધારણ કરીને મોટી સંખ્યામાં કેરલા સમાજના લોકો જોડાયા હતા.

કેરલા સમાજ દ્વારા પંગુમી ઉથથીરમ ઉત્સવની થઇ ઉજવણી

આ શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે રસ્તાને પાણીથી સાફ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત મહિલા અને યુવતીઓએ માથા ઉપર કળશ ધારણ કરી શોભાયાત્રાને પારંપરિક રુપ આપ્યું હતું અને આકર્ષણ ઉભુંકર્યુ હતુ. આ સાથે જ શરણાઇ, ટ્વિમજ અન્ય પારંપરિક વાધ્યોની સુરાવલી સાથે પુરુષો પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને માથા પર મયુરપંખ ધારણ કરીને શોભાયાત્રામાં પગપાળા જોડાયા હતા. નૃત્ય અને વાદન સાથે નીકળેલી ભગવાન કાર્તિકેયની આ શોભાયાત્રાએ અનેરુ આકર્ષણ ઉભું કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details