ગુજરાત

gujarat

ETV Bharat / state

બેંક ઓફ બરોડાની સ્થાપનાને 112 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો - VADODRA

વડોદરાઃ બેંક ઓફ બરોડાના સ્થાપનાને 112 વર્ષ પૂર્ણ થતા ચાંદોદની બેંક ઓફ બરોડા શાખા દ્વારા પર્યાવરણના સંદેશ સાથે સણોર ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

VDR

By

Published : Jul 21, 2019, 9:57 PM IST

તાજેતરમાં વિજયા બેન્ક, દેના બેન્ક અને બેંક ઓફ બરોડાનું સામૂહિક રીતે વિલીનીકરણ થવાથી બેંક ઓફ બરોડાની મોટી બેંકમાં ગણતરી થઇ છે. ત્યારે ચાંદોદ ખાતે B.O.B. બેંક વિવિધ સેવાઓ સાથે કાર્યરત થઈ છે. બેંક દ્વારા વૃક્ષારોપણ થકી સમાજમાં પર્યાવરણની જાળવણી અને તેના પ્રત્યે જાગૃતતા અંગેના સંદેશ સાથે B.O.Bના સ્થાપનાના 112 વર્ષ પૂર્ણ થતાં ચાંદોદ નજીકના સણોર ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

બેંક ઓફ બરોડાના સ્થાપનાને 112 વર્ષ પૂર્ણ થતા સણોરની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જેમાં B.O.Bના મેનેજર સુભાષ સિંગ, એગ્રીકલ્ચર ઓફિસર મનોહર સોરાવણે સહીત ખેડૂત અગ્રણી જયપાલસિંહ મહારાણા, રાકેશ રણા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પીન્ટુ રણા સહિત શાળા પરિવાર અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details