વડોદરા શહેરમાં આવેલ ખાદ્ય બ્રાન્ડ KFCના રેસ્ટોરન્ટમાં પરિવાર રવિવારની મજા માણવા માટે જમવા ગયા હતા. મોટુ નામ ધરાવતા અને મોંઘા ભાવની ડીશ પીરસતા KFC રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અંગે અને ગ્રાહકોના સ્વાસ્થયની કોઈ ચિંતા રખાતી નથી. તેનો દાખલો જોવા મળ્યો હતો. ગ્રાહકે બર્ગર ખરીદી તેને ખાવાનુ શરુ કરતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતાં.
નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી
વડોદરાઃ પ્રખ્યાત બ્રાન્ડ KFCમાં બર્ગરનો સ્વાદ માણવા ગયેલા ગ્રાહકને ખરાબ અનુભવ થયો હતો. બર્ગરમાંથી ઈયળ દેખાતા ગ્રાહકે મેનેજમેન્ટને ફરીયાદ કરી હતી. ફરીયાદનું નિરાકરણ કરવાના બદલે KFCના સંચાલકોએ ગલ્લા-તલ્લા કરતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.
નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી
કારણ કે, બર્ગરમાં જીવતી ઈયર દેખાઈ હતી. ગ્રાહકોએ આ અંગે રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને જાણ કરી હતી. પરંતુ મેનેજમેન્ટે આ ઘટનાને હળવાશથી લીધી હતી. ગ્રાહકની ફરીયાદને ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો. ગ્રાહકોને KFC માટે નામ બડે ઔર દર્શન ખોટે જેવો અનુભવ થયો હતો