ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરામાં બાળક ત્યજીને પુન:સ્વીકારવાના કેસમાં નવો ખુલાસો, યુવતીની પ્રસૂતિ રીક્ષા નહીં પરંતુ દાયણના ઘરે થઈ હતી - case of child abandonment in Vadodara

વડોદરા ખાસવાડી સ્મશાન રોડ પર નવજાત શિશુ મળવાને મામલે હવે નવો ખુલાસો થયો છે. મળેલી માહિતી અનુસાર બદદકનો જન્મ રિક્ષાને બદલે દાયમાના ઘરે થઇ હતી. બાળકને સરકારી હોસ્પિટલ મોકલ્યા બાદ પરિવારજનોએ બાળક પોતાનું હોવાનો સ્વીકાર કર્યો હતો.

A new explanation in the case of child abandonment in Vadodara, the girl's delivery was not in a rickshaw but at the midwife's house
A new explanation in the case of child abandonment in Vadodara, the girl's delivery was not in a rickshaw but at the midwife's house

By

Published : Jan 21, 2023, 3:56 PM IST

યુવતીની પ્રસૂતિ રીક્ષા નહીં પરંતુ દાયણના ઘરે થઈ હતી

વડોદરા: વડોદરા શહેરમાં ગત બે દિવસ અગાઉ ખાસવાડી સ્મશાન રોડ ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના બ્રિજ પર કડકડતી ઠંડીમાં નવજાત શિશુને પ્લાસ્ટીકની થેલીમાં ત્યજી દેવામાં આવેલ બાળકના કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં નવજાત શિશુના પરિવારને શોધી કાઢ્યો હતો. આ અંગે નવો ખુલાસો સામે આવ્યો છે યુવકે કહ્યું હતું કે તેમની પ્રસુતિ રીક્ષામાં થઇ હતી પરંતુ પોલીસે વધુ સઘન તપાસ કરતા જાણ થઈ છે કે યુવતીની પ્રસૂતિ રીક્ષા નહીં પણ દાયણના ઘરે થઈ હતી.

શું હતી ઘટના?: વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનના તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધો હતો. તેની સાથે લગ્ન થવાના હતા તે અગાઉ શારિરીક સબંધો બંધાતા યુવતી ગર્ભવતી થઇ ગઈ હતી. ગર્ભવતી યુવતીને પ્રસવની પીડા ઉપડતા પ્રેમી યુવક તેને મોપેડ ઉપર તુલસીવાડીમાં રહેતી દાયણના ઘરે લઇ ગયો હતો તે સમયે ઘરમાં જ પ્રસુતિ થઇ ગઇ હતી. જોકે યુવક પ્રેમીએ પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકનો જન્મ રીક્ષામાં થયો હોવાની કેફિયત જણાવી હતી. કારેલીબાગ પોલીસે નવજાત શિશુને ત્યજી દેનાર યુવાનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે યુવકને જામીન ઉપર મુકત કર્યો હતો.

આ પણ વાંચોAhmedabad Crime News : પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ

DNA ટેસ્ટનો રિપોર્ટ 4 દિવસમાં આવશે:જે બાળક ત્યજી દેવાયું છે તે યુગલનું જ છે તે કોર્ટમાં સાબિત કરવું પડશે અને આ માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ ચાર દિવસમાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. તુલસીવાડી દાયણના ઘરેથી બાળક અને યુવતીને રીક્ષામાં યુવાન લઇ ગયો હતો. આ અંગેની યુવાનની કેફિયતના પગલે પોલીસે CCTV કેમેરાના ફૂટેજ જપ્ત કર્યા હતાં અને વધુ તપાશ શરૂ કરી હતી જેમાં યુવાન રીક્ષામાં યુવતીને લઇ જતો દેખાય છે.

આ પણ વાંચોVadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત

SHE ટીમની કામગીરીઃજ્યારે આ ઘટનાની જાણકારી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી એ સમયે શી ટીમ નજીકના વિસ્તારમાં હોવાથી કારેલીબાગ પોલીસ સાથે કામગીરી કરી હતી. નવજાતને હેમખેમ રીતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. જો યોગ્ય સમયે શી ટીમ પહોંચી ન હોત તો કોઈ પશુ ખાઈ ગયું હોત. જ્યારે પોલીસને જાણવા મળ્યું કે, આ યુગલના લગ્ન જાન્યુઆરી અંત સુધીમાં થવાના છે એ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. લગ્ન પહેલા બાળક આવી જતા અનેક દિશામાં આશંકા ઊઠી હતી.

ABOUT THE AUTHOR

...view details