- બરોડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક આગામી 28મી તારીખે ચૂંટણી યોજાશે
- ભાજપ - કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા
- 29 મી ડિસેમ્બરે કોવિડની ગાઈડલાઈન મુજબ મતગણતરી યોજાશે
બરોડા ડેરી ચૂંટણી પૂર્વે ઉમેદવારી પત્રો ભરાયા
વડોદરાઃ બરોડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક મંડળની 13 બેઠકો માટેના ચુંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 1થી 4 ડિસેમ્બર દરમિયાન ફોર્મ ભરી શકાશે.7 ડિસેમ્બરે ફોર્મની સ્ક્રુટીનીટી કરવામાં આવશે. 10થી 17 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી શકશે. ત્યારબાદ 18મી તારીખે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને 28મી તારીખે મતદાન અને 29 મી ડિસેમ્બરે કોવિડની ગાઈડલાઈન મુજબ મતગણતરી યોજાશે.
હાલના ડેરીના પ્રમુખ,ઉપપ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી નોંધાવી
ફોર્મ ભરવા ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. ભાજપ પ્રેરિત જગદેવસિંહ પઢીયાર ઉમેદવારને લઈને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા અને રણજિત રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર અને હાલના પ્રમુખ દિનેશ પટેલ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે દિલીપ નાગજીએ પણ ઉમેદવારી નોંધાવી હતી.