ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મુસ્લિમ સમાજે CAAનો કર્યો વિરોધ - CAA protests against Muslim community in Vadodara city

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સોદાગર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં મુસ્લિમ સમાજના લોકોએ ધરણાં કરી બેનર્સ-પોસ્ટર્સ સાથે સુત્રોચ્ચાર કરી CAA અને NRCનો વિરોધ કર્યો હતો.

vadodara
vadodara

By

Published : Feb 1, 2020, 2:42 PM IST

વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં મુસ્લિમ સમાજે CAA અને NRC વિરોધમાં ધારણા કર્યાં છે. જેમાં મહિલા સહિત બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

શહેરમાં લધુમતીનો ગઢ ગણાતાં તાંદલજા વિસ્તાર મુસ્લિમ સમાજના લોકો CAA અને NRCના વિરોધ ધરણાં કરી રહ્યાં છે. જેમાં મહિલા અને બાળકો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો એકત્ર થઇ શાહીનબાગમા થતાં વિરોધને સમર્થન આપવા માટે CAA અને NRCના કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.

વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજે CAAનો કર્યો વિરોધ

આ વિસ્તાર CAA અને NRCનો વિરોધ થતાં હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગર પાર્ક સ્થિત ખુલ્લા મેદાનમાં મોડી સાંજે તંબુ ઊભુ કરીને સૌ ધરણા પર બેઠા છે. જેમાં મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુસ્તાન હમારા અને ઈન્કલાબ ઝીંદાબાદના નારા લગાવી પોતાની હકની માંગણી કરી હતી. સોદાગર પાર્કના ખુલ્લા મેદાનમાં મુસ્લિમ સમાજના લોકો સ્ટોપ ડીવાઇડિંગ ઇન્ડિયા ઇન રિલિજ્યન, રેસિસ્ટ કોમ્યુનલ પોલિટિક્સ ઓફ BJP RSS, બોયકોટ NRC, સેવ હ્યુમેનીટી અને સેવ ડેમોક્રેસીના સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ સાથે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details