ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના સાધલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી યોજાઇ - Vadodara letest news

વડોદરાઃ શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી ભારત વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મતદારોએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.

etv
વડોદરાઃ સાધલી ગ્રામ પંચાયતના ખાલી પડેલ વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી યોજાઇ

By

Published : Jan 20, 2020, 5:19 PM IST

તાજેતરમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી વોર્ડનંબર 12ની પેટા ચૂંટણી ભારે રસાકસી ભરી જોવા મળી હતી. કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. પણ ખરેખર 2 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.

સાધલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી ભારત વિદ્યાલય સાધલી ખાતે યોજાઈ હતી. જેમાં વયોવૃદ્ધથી લઈ મહિલાઓ તથા યુવાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.

વડોદરાના સાધલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી યોજાઇ

બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો હતો. જીતનો તાજ કોના સિરે જશે, તે 21 તારીખે મત ગણતરીના દિવસે જ ખબર પડશે, હમણા તો બંને ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ ગયેલા છે.

ઉલ્લેખનીય છે કે, સાધલી ગામની નહીં પણ સમગ્ર શિનોર તાલુકાની આ સાધલી ગ્રામપંચાયતના વોર્ડ નંબર 12ની પેટાચૂંટણીના નિર્ણય પર ઉત્સુકતા પૂર્વક નજર રાખી રહી છે.

ABOUT THE AUTHOR

...view details