વડોદરાઃ ST ડિવિઝનના 8 તાલુકામાં આજથી શિડ્યુલ અને 452 ટ્રીપસાથે ST બસ સેવા શરૂ કરી છે. જોકે મુસાફરોને સેનેટાઈઝ કરીને જ બસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. એક બસમાં માત્ર 26 મુસાફરોને જ બેસાડવામાં આવે છે.
વડોદરાના 8 તાલુકામાં શિડ્યુલ સાથે બસ સેવા શરૂ
વડોદરા શહેરમાં 8 તાલુકામાં શિડ્યુલ અને 452 ટ્રીપ સાથે ST બસ સેવા શરૂ કરાઇ છે. એક બસમાં માત્ર 26 મુસાફરોને જ બેસાડવામાં આવેશે અને ST ડેપોના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ એક જ જિલ્લામાં બસ ચલાવવાની મંજૂરી મળી છે.
જિલ્લો બદલીને બસ લઈ જવાની મંજૂરી નથી. માત્ર તાલુકા પૂરતી વિવિધ ડેપોમાં બસ ચાલુ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મંગળવારથી જ બસ સેવા ચાલુ થશે. તેવી જાહેરાત કરાઈ હતી. બસમાં માત્ર 50 ટકા લોકો બેસાડવાનો નિર્ણય કરાયો છે.
મુસાફરોનું સ્ક્રિનિંગ અને આરોગ્ય સેતુ એપ પર ધ્યાન અપાશે. બસના પાછળના દરવાજેથી સિંગલ એન્ટ્રી દ્વારા સોશિયલ ડીસ્ટન્સ અંગે તકેદારી રખાશે. મુસાફરે બસ ઊપડવાના સમય પહેલાં અડધો ક્લાક વહેલું બસ સ્ટેન્ડ પર પહોંચવું પડશે. માસ્ક પહેર્યું હશે તો જ મુસાફરોને બસમાં પ્રવેશ આપવામાં આવશે.