વડોદરા શહેરમાં 9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના નવલખી મેદાન ખાતેથી વાર્ષિક પરંપરાને અનુસરીને એમ.જી.વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું ત્યારે વિશાળ જન સમુદાયએ પ્રચંડ હર્ષનાદોથી એમને વધાવી લીધા હતા.
9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું CMએ કરાવ્યું ફ્લેગઓફ, મોટી સંખ્યામાં બરોડિયન્સે લગાવી દોડ - વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન
વડોદરા: શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં વડોદરાવાસી દોડ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
![9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું CMએ કરાવ્યું ફ્લેગઓફ, મોટી સંખ્યામાં બરોડિયન્સે લગાવી દોડ 9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું CMએ કરાવ્યું ફ્લેગઓફ, મોટી સંખ્યામાં બરોડિયન્સે લગાવી દોડ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5600778-thumbnail-3x2-rupani.jpg)
9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું CMએ કરાવ્યું ફ્લેગઓફ, મોટી સંખ્યામાં બરોડિયન્સે લગાવી દોડ...
9મી ઇન્ટરનેશનલ મેરેથોનનું CMએ કરાવ્યું ફ્લેગઓફ, મોટી સંખ્યામાં બરોડિયન્સે લગાવી દોડ...
આ ખૂબ પ્રતિષ્ઠા પામેલી રમત ઘટનાનાં આયોજકોએ મેરેથોનને દેશના વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનો સાથે જોડી દઇને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો મેસેજ આપ્યો હતો. એનાથી એક ડગલું આગળ વધીને મેરેથોન યોજકોએ આ વર્ષે ગુજરાતના અભિયાનને સશકત કરવા વિવિધ જળ સંચય પ્રકલ્પો હાથ પર લેવાનું એલાન કર્યું છે. આ દોડમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો અને વડીલજનોને જોડીને દિવ્યાંગ સશક્તિકરણ અને વડીલ વંદનાની વિભાવનાઓ પણ સાકાર કરવામાં આવી હતી.