વડોદરા- શહેરના વોર્ડ નં 7ના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાની દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા દ્વારા સફાઇ મુદ્દે સુપરવાઇઝરને ગાળો આપી જાતિવાચક અપમાન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ સફાઇકામદારો કારેલીબાગ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે ભૂમિકા રાણાના પિતા દ્વારા સુપરવાઇઝર સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો છે, અને તેમને ગાળો ભાંડી જાતિવાચક શબ્દો બોલી અપમાન કરવામાં આવ્યું છે. (Bullying by father of woman corporator)
મહિલા કોર્પોરેટરનાં પિતાની દાદાગીરી- સુપરવાઇઝરને આપી ગાળો - ભૂમિકા રાણાના પિતા નરેશભાઇ દ્વારા સુપરવાઇઝરને ગાળો
કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા દ્વારા સફાઇ મુદ્દે સુપરવાઇઝરને ગાળો આપી જાતિવાચક અપમાન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ સફાઇકામદારો કારેલીબાગ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી હતી. Bullying by father of woman corporator, abuse of supervisor in vadodara, Corporator Bhumika Rana's father's bully
જાતિવાચક અપમાન- વડોદરા શહેરના વોર્ડ નં 7ના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાએ સુપરવાઇઝર સાથે ખરાબ વર્તન કર્યું હોવાથી સફાઇકામદારોમાં રોષની લાગણી વ્યાપી છે. જેને લઇને તમામ સફાઇકામદારો કારેલીબાગ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશભાઇ દ્વારા સુપરવાઇઝરને ગાળો બોલી જાતિવાચક અપમાન કરવામાં આવ્યું છે. તેમની પાસે એવો કોઇ હોદ્દો નથી છતા તે એવો રોફ દેખાડે કે તે પોતે જ કોર્પોરેટર છે. નરેશભાઇએ સુપરવાઇઝરોને બોલાવ્યા હતા જેથી સફાઇકામદારો અને સુપરવાઇઝરો તરત સ્થળ પર પહોંચી ગયા હતા. આમ છતા તેઓ સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો. જ્યારે તેમને વિરોધ કર્યો ત્યારે એક ટોળુ ઉભુ કરી તેમની ઉપર દબાણ કરવાનો પ્રયાસ કર્યો. જેથી આ સફાઇકામદારો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ મામલે કોઇ કાર્યવાહી નહી થાય તો આ મામલો તેમના સમાજના આગેવાનો સુધી લઇ જઇ અને આંદોલન કરવાની ચીમકી આપી હતી.
કર્મચારી યુનિયનમાં ફરિયાદ- સિનિયર ઇસ્પેક્ટરના કહ્યાં પ્રમાણે હુ સ્થળ પર તપાસ કરવા ગયો હતો ત્યાં નરેશભાઇએ મને કામ બાબતે કહી ગાળાગાળી કરવાનું ચાલુ કરી દીધું અને તેમને મારી સાથે ઝપાઝપી કરી અને જાતિવાચક શબ્દો બોલી મારુ અપમાન કર્યું, અને અમે તેનો વિરોદ્ધ કર્યો ત્યારે તેમને ટોળુ એકઠુ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા પણ આવી ઘટના બની છે. અમે આ બાબતે વારંવાર રજુઆત કરી છે, છતા કોઇ પરિણામ મળ્યું નથી. અને ઉપરથી અમને ધાકધમકી આપવામાં આવે છે. આવી ઘટના ચાર કે પાંચ વાર બની છે કે જેમાં કોર્પોરેટરનું કામ પોતે જ કરતા હોય તેવું વારંવાર વર્તન કરવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. જેથી આ બનાવ અંગે તેમના કર્મચારી યુનિયનમાં ફરિયાદ કરવામાં આવશે. અને જરૂર જણાય તો ભારતીય જનતા પાર્ટીમાં પણ રજુઆત કરવામાં આવશે.