ગુજરાત

gujarat

ETV Bharat / state

Bullet Train Project Farmers Benefits : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપનારા લખલૂટ કમાયાં, કુલ 1,016 કરોડ ચૂકવાયા - બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન

વડોદરા જિલ્લામાં બુલેટ ટ્રેન જમીન સંપાદન માટે કુલ 140 હેક્ટર પ્રાઇવેટ જમીનમાં આવેલા 918 પ્લોટ માટે 1,016 કરોડ ચૂકવાયા છે. એમાં લખપતિઓ હતાં એ કરોડપતિ બની ગયાં છે. વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપનારાએ લખલૂટ કમાણી કરી છે. જોકે તેમાં ખેડૂતોને કેન્દ્ર અને લોકલ પ્રશાસનનો અનુભવ જુદો જુદો થયો હતો.

Bullet Train Project Farmers Benefits
Bullet Train Project Farmers Benefits

By

Published : Apr 28, 2023, 10:36 PM IST

કેન્દ્ર અને લોકલ પ્રશાસનનો અનુભવ જુદો જુદો

વડોદરા : શહેરમાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેન્દ્ર સરકારનો મહત્વનો પ્રોજેકટ બુલેટ ટ્રેનનું કામ પણ જેટગતિએ પ્રગતિ પર છે. આ પ્રોજેકટ માટે NHSRCL દ્વારા જમીન સંપાદન દરમ્યાન તમામ પ્રાઇવેટ પ્લોટ ધરાવતા માલિકોને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ પ્રોજેકટ મુખ્યત્વે સુરત, અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, ભરૂચ,ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે.

કુલ રકમ રૂપિયા 6,104 કરોડ ચૂકવાઇ: આ જિલ્લાઓમાં પસાર થનાર મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કુલ 944 હેક્ટર જમીન અને 6,248 પ્રાઇવેટ પ્લોટ મળી કુલ રકમ રૂપિયા 6,104 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. તેેમાં વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 140 હેક્ટર જમીન સંપાદનમાં 918 પ્રાઇવેટ પ્લોટ માટે 1,016 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.

35 ગામોની કુલ 105 હેક્ટર જમીન સંપાદિત : નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શહેર જિલ્લામાંથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત વડોદરા જિલ્લાના 35 ગામોની કુલ 105 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાંથી 102 હેક્ટર જમીન સંપાદિત કરીને તેનો કબજો રેલવેને સોંપવામાં આવ્યો છે. જમીન માલિકોને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ રૂપિયા 815.03 કરોડ ચુકવવામાં આવ્યા છે તો વડોદરા શહેર સહિત NHSRCL દ્વારા 1,016 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો Bullet train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતો બની ગયા કરોડપતિ

જમીન સંપાદનમાં નુકસાનની ભરપાઈ: મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર જમીન સંપાદનમાં તેના માલિકોને કોઈ નુકસાન ન થાય તે માટે વિસ્તારની જંત્રી ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં જમીનના વેચાણના આધારે બજાર કિંમત નક્કી કરીને વળતર ચૂકવવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક ખેડૂતોની જમીન પર ઉગાડવામાં આવેલા પાકની ગણતરી પણ વળતર ચૂકવણીમાં કરવામાં આવી છે. તે કૃષિ વિભાગ અને બાગાયત વિભાગની ભલામણના આધારે નક્કી કરાયેલ પાકની ગણતરીના આધારે ચૂકવવામાં આવી છે.

ખેડૂતોનો કેવો રહ્યો અનુભવ : આ અંગે બુલેટ ટ્રેન માટે 1000 સ્ક્વેર ફીટ જમીન ચૂકવેલ નિકીતીન કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન સાથેનો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. મારી ઘણી જમીન પહેલા સંપાદન થયેલ છે. જેમાં કોઈ સોસાયટી બનાવવા, બસસ્ટોપ માટે, રેલવે માટે પરંતુ બુલેટ ટ્રેન માટે સંપાદન થયેલ જમીન ખૂબ ઓછી હોવા છતાં ખૂબ સારો અનુભવ રહ્યો છે. કોઈ પણ પ્રકારની બળજબરી સિવાય ડિમાન્ડ કરવામાં આવી હતી. આ જગ્યા માટે તમામ લોકોને સંતોષકારક નાણાં મળ્યા છે.

આ પણ વાંચો Bullet Train Surat Station: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં તેજ ગતિએ, સુરતમાં પિલર નાખવાનું કામ પૂર્ણ

લખપતિ બન્યા કરોડપતિ : તેમણે વધુમાં જણાવ્યું કે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જમીન સંપાદન બાબતે કહેવામાં આવ્યું હતું કે આ જમીન સંપાદન કરવાની સામે તમને આટલા નાણાં ચુકવવામાં આવશે. ત્યારે કોઈ પણ વ્યક્તિએ ના નહોતી પાડી. કારણ કે તેટલો ભાવ ક્યારે પણ પ્રાઇવેટ સેક્ટરમાં મળવાનો ન હતો. મારી 1000 સ્ક્વેર ફીટ જગ્યા હતી. મારી સાથે નાની નાની ચાલીઓ હતી તેઓને પણ આટલી નાની જગ્યા માટે 20-20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જેથી તેવા લોકોએ આજે પોતાના ઘર મેળવ્યા છે. અંદાજિત એક ચોરસ સ્ક્વેર ફિટ 10,000 રૂપિયા ચૂકવ્યા છે. જેથી સમજી શકાય કે કેટલા રૂપિયા જમીન સંપાદન માટે આપવામાં આવ્યા હશે. આ જમીનના બદલામાં લોકોને ખૂબ સારું વળતર મળ્યું છે.

લોકલ ગવર્મેન્ટ કરતા સેન્ટ્રલ ગવર્મેન્ટનો અનુભવ સારો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદી પછી મારી કેટલીય જમીન સંપાદન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. વધારાની સંપત્તિ ન આપવી હોવા છતાં આપવી પડી હતી. એ પણ ખૂબ નજીવી કિંમત બરાબર. શહેરમાં બસસ્ટોપ માટે આપેલ જમીન સંપાદન માટે નાણાં મેળવવા માટે 27 વર્ષ સુધી કોર્ટમાં સરકાર સામે કેસ લડ્યા હતાં, ત્યાર બાદ નાણાં મળ્યાં હતાં. ત્યાર બાદ મારા ઘરની આગળથી પસાર થઈ રહેલા રોડ માટે લોકલ કોર્પોરેશન તરફથી કોઈ કિંમત આપવામાં આવી નથી. મનમોહનસિંહની સરકાર દ્વારા સંપાદન માટે એક્ટ પસાર કરવામાં આવ્યો અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. પરંતુ સ્થાનિક સરકારમાં તેની કોઈ અસર જોવા મળતી નથી. જેથી લોકલ ગવર્મેન્ટ કરતા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ખૂબ સારો અનુભવ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details