ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને વડોદરાવાસીઓને શું છે આશા-અપેક્ષાઓ? - કેન્દ્રીય બજેટ

વડોદરાવાસીઓ આ વખતે બજેટને લઈને ખુબ આશાઓ લઈને બેઠા છે. નાણાં પ્રધાન 1 ફેબ્રુઆરી, 2023 ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વડોદરાવાસીઓએ મોંઘવારીને લઈને ETV ભારત સામે અપેક્ષાઓ વ્યક્ત કરી છે કે સામાન્ય જનજીવનની ચીજવસ્તુઓ પરના ભાવ વધારા પર સરકાર લગામ લગાડે.

budget-2023-expectations-expectations-of-people-of-vadodara-from-budget-2023
budget-2023-expectations-expectations-of-people-of-vadodara-from-budget-2023

By

Published : Jan 31, 2023, 2:14 PM IST

કેન્દ્રીય બજેટને લઈને વડોદરાવાસીઓને શું છે આશા-અપેક્ષાઓ?

વડોદરા:કેન્દ્રીય બજેટને લઈને વડોદરાવાસીઓને ઘણી આશા અપેક્ષાઓ છે. ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં બજેટને રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના અંતિમ સંપૂર્ણ બજેટથી સામાન્ય નાગરિકો અનેક આશાઓ-અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.

સરકારે સ્વીકારવું જોઈએ કે મોંઘવારી છે: આ અંગે પ્રતિક્રિયા આપતા પંકજભાઈએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રમાણે દેશમાં સ્થિતિ છે. બેરોજગારી, મોંઘવારીના કારણે મધ્યમવર્ગ ત્રસ્ત થઈ ગયો છે. મધ્યમવર્ગના લોકોને સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ છે. ખાસ કરીને મોંઘવારીને લઈને ઘણી અપેક્ષાઓ છે. સાથે પેટ્રોલ ડીઝલના ભાવ અને સાથે રાંધણ ગેસ સામાન્ય વર્ગને અસર કરતી હોય છે. સરકાર શિક્ષણને લઈ ખૂબ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ પાયાની જરૂરિયાત છે. સાથે લોકોને ભરપેટ જમવાનું મળી રહે તે માટે જરૂરિયાત ચીજ વસ્તુઓ પાર ભાવમાં નિયંત્રણ લાવવું જોઈએ જેથી સામાન્ય વર્ગ ખરીદી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે. સાથે સરકારે એક તરફ સ્વીકારવું પડશે કે મોંઘવારી છે. સરકાર સામાન્ય લોકો માટે યોગ્ય નિર્ણય કરે તેવી આશા અને અપેક્ષા રહી છે.

આ પણ વાંચોBudget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં નોકરિયાત વર્ગની શું છે આશા અપેક્ષા?

જીએસટી, ભાવ વધારો સામાન્ય લોકો માટે મુશ્કેલ: જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે સરકારને એટલી અપીલ છે કે આમ જનતાનું ધ્યાન રાખવામાં આવે. દૂધ, સિલેન્ડર રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. આ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર જીએસટીના કારણે ખૂબ મોંઘુ પડી રહ્યું છે. સાથે કોઈ કાર કે અન્ય સાધન લેવું હોય તો ભાવમાં વધારાના કારણે પગારના ધોરણે ખરીદી શક્ય નથી. સાથે ઇંધણના ભાવમાં થતો વધારો પણ ખૂબ મુશ્કેલ છે. ઘરખર્ચ માં પણ કાપ મુકવો પડે છે.

આ પણ વાંચોSMC Budget: સુરત મનપાનું વર્ષ 2023-24 બજેટ રજૂ, સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંકાયો

મોંઘવારી અને બેરોજગારી ઓછી થાય:આ અંગે અતુલભાઈયે જણાવ્યું જતું કે કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે મઘ્યમવર્ગની એક જ આશા અને અપેક્ષા હોય છે કે મોંઘવારી દૂર થવી જોઈએ. કેટલાય સમયથી નોટબંધી અને કોરોના કાળ બાદ મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે. મધ્યમ વર્ગના લોકોને બે ટાઈમ જમવાની મુશ્કેલી સર્જાતી હોય છે. અને મધ્યમ વર્ગના લોકોની પાસે ટુ વ્હીલર હોય છે. જેમાં પૂર્વ ઇંધણના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે જે ઘટતો રહેવો જોઈએ. સાથે પ્રાથમિક સુવિધાઓમાં વેરામાં રાહત થાય તે પ્રકારે આશા સેવી રહ્યા છે. સાથે શિક્ષણની સ્થિતિમાં સુધારો થાય અને શિક્ષણ સસ્તું થાય તેવી અપેક્ષા છે. આ બજેટમાં મોંઘવારી અને બેરોજગારી દૂર થાય અને લોકોને મોંઘવારી થી રાહત મળે અને રોજગારની વધુ તકો મળે તેવી આશા અને અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details