વડોદરાઃ MS યુનિવર્સીટીની(MS University of Vadodara) સાયન્સ ફેકલ્ટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂરા(Botanical Garden Completes 100 Years) થતા ગાર્ડન નવા રૂપરંગ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુઓ(Psychic in the Botanical Garden) માટે ગાર્ડનમાં 25 છોડ મૂકવામાં આવ્યા છે. જે સુગંધ-સ્પર્શથી ઓળખી શકાશે. પ્રજ્ઞાચક્ષુઓ પણ સ્મેલ, ટચ અને ટેસ્ટ દ્વારા વનસ્પતિઓને ઓળખી શકે તે માટે ગાર્ડનમાં વિશેષ પ્રકારના છોડ રોપી તેની માહિતી બ્રેઈલ લિપીમાં મુકાઈ છે.
અઢી હજાર જેટલાં ઝાડ-છોડ
MS યુનિવર્સીટીની આર્ટ્સ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગ પાસે આવેલા બોટનીકલ ગાર્ડન 100 વર્ષ પૂરા કરનાર રાજયનું એકમાત્ર ગાર્ડન છે. આ ગાર્ડનમાં અંદાજિત 300 વિવિધ પ્રજાતિના અઢી હજાર જેટલાં ઝાડ-છોડ(Botanical Garden Trees) આવેલાં છે. સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ ગાર્ડનમાં રીસર્ચ કરાય છે. ગાર્ડનમાં દિવ્યાંગો માટે વિશેષ ગાર્ડન, વ્હાય વડોદરા સેકશન, નક્ષત્ર ઉદ્યાન, વર્ષો જૂનાં વૃક્ષોને હેરિટેજ વૃક્ષ ઘોષિત કરાયા છે.