વડોદરાઃ શહેરની રાવપુરા પોલીસે ટ્રેપ ગોઠવી લકવાની બિમારી દૂર કરવાના નામે યુવતી પાસેથી રૂપિયા 2 લાખની છેતરપિંડી કરનાર બોગસ તબીબ ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. બોગસ તબીબે ગોત્રી વિસ્તારમાં રહેતા વિજય પુરોહિત પાસેથી 50 હજાર અને વારસીયા વિસ્તારમાં રહેતા બ્રિજમોહન પાસેથી સારવારના નામે 35 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી.
વડોદરામાં છેતરપિંડી કરતા નકલી ડોક્ટરને રાવપુરા પોલીસે ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો - રાવપુરા પોલીસ
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે સંપર્કમાં આવી પેરાલીસીસ તથા શરીરના દુખાવાની સારવાર કરવાના બહાને છેતરપિંડી કરનાર બોગસ તબીબ કરેલી સારવાર બાદ કોઈપણ પરિણામ ન આવતા અંતે રાવપુરા પોલીસ સ્ટેશનના દવાખાના ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વડોદરામાં છેતરપિંડી કરતા નકલી ડોક્ટરને રાવપુરા પોલીસે ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો
બોગસ તબીબે લકવાગ્રસ્ત યુવતીના પગમાંથી ખરાબ લોહી કાઢવાના એક ટીપાના રૂપિયા 3000 પ્રમાણે 79 ટીપા કાઢીને 2.37 લાખનું બીલ દર્દીના પરિવારને આપ્યું હતું. જે પૈકી પરિવારે 85 હજાર રોકડા અને 1.15 હજારનો ચેક બોગસ તબીબને આપ્યો હતો.પોલીસે આ નકલી તબીબ સાથે તેની મદદ કરનાર અને એક વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.