SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમા પોલીસ ચોકી પાસેથી મેડિકલ વેસ્ટ ઇંજેક્શન મળી આવ્યા બાદ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેટે રૂકમણી ચૈનાની પ્રસુતિગૃહની મુલાકાત લીધી હતી. જેમાં એક્સપાયરી ડેટની બ્લડ બેન્ક મળી આવતા સુપ્રિટેન્ડેન્ટ પણ ચોંકી ઉઠયા હતા અને ડૉક્ટર્સને આ મામલે નોટિસ ફટકારી હતી.
વડોદરા SSG હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી - Vadodara SSG Hospital
વડોદરાઃ શહેરમાં આવેલ SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાંથી મેડિકલ વેસ્ટર્ન ઈંજેક્શનો પકડાયા બાદ હોસ્પિટલના પ્રસૂતિગૃહના ICUમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી હતી.
વડોદરા SSG હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી..
સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાજીવ દેવેશ્વર કહ્યું હતું કે, તાત્કાલિક સારવાર વિભાગમાંથી ઈંજેક્શન મળી આવ્યા છે. તે માટે જવાબદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. ૩૫ કરોડની હોસ્પિટલના દરેક ખુણાની સિક્યુરિટીની જવાબદારી છે અને તેમાં તે નિષ્ફળ ગયા છે એટલે તેની સામે પગલાં લેવામાં આવશે.