ગુજરાત

gujarat

ETV Bharat / state

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતાથી મહિલા મુશ્કેલીમાં મુકાઈ, બ્લેકમેઈલ કરતા યુવકની ધરપકડ - social media

વડોદરાઃ સોશ્યલ મીડીયાના લીધે એક ગૃહિણી મુસીબતમાં ફસાય ગઈ છે. વડોદરામાં એક ફેસબૂક ફ્રેન્ડના લીધે યુવક દ્વારા બ્લેકમેઇલિંગ કરવાની શરૂઆત થઈ હતી. યુવતી પાસેથી નાણા પણ પડાવામાં આવ્યા હતા અને મહીલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આખરે આ મહીલાને બ્લેક મેઇલિંગથી કંટાળીને પોલીસની મદદ લેવાનો વખત આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

vadodra

By

Published : Jun 18, 2019, 8:00 PM IST

સોશયલ મિડીયાના માધ્યમ એવા ફેસબૂક પર એક અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી એક ગૃહિણીએ પોતાના પગ પર કુહાડી મારી મોટી મુસીબતમા ફસાઈ ગઈ હતી. ફેસબૂક ફ્રેન્ડના બ્લેક મેઇલિંગથી કંટાળીને પોલીસની મદદ લેવાનો વખત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વડોદરા શહેેેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ગૃહિણીને પોતાના પરિવાર સાથે રહેતી હતી.અંદાજે 6 માસથી વધુ સમયથી મહિલાને નડિયાદના નિકુંજ સોની નામના યુવક સાથે ફેસબૂક પર મિત્રતા થઇ હતી. બંને વચ્ચે વોટ્સઅપ પર પણ ચેટિંગ થવા લાગ્યું હતું, અને નિકુંજ મહિલાના ઘેર પણ આવ્યો હતો.

વડોદરા સોશ્યલ મીડીયાના માધ્યમથી ગૃહિણીને બ્લેક મેઈલ કરી લાખો રૂપિયા પડાવનાર શ્ખ્સને પોલીસે ઝડપ્યો

બે ત્રણ મહિના પછી નિકુંજે બ્લેકમેઇલિંગ કરવાની શરૂઆત કરી હતી. નિકુંજે મહિલાના પતિને ચેટિંગ બતાવી દઇશ અને તારા પુત્રને જાનથી માંરી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. જોકે, આ ઘટના બાદ ગભરાયેલી મહિલા તેના તાબે થઇ ગઇ હતી, અને તેણે માર્ચ મહિનામાં પાવર ઓફ એટર્ની પણ આપ્યા હતા. મહિલાને તેના પુત્રની હત્યાની ધમકી આપી રુપિયા માંગતા મહિલાની માતાએ રુ.12 લાખ અને 10 તોલાના દાગીના આપ્યા હતા. ત્યારપછી પણ તેણે મહિલા પાસે દાગીના પડાવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે મહિલાએ હિંમત બતાવી ધાકધમકી આપતાં નિકુંજ વિશે શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચાએ નિકુંજ સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details