ગુજરાત

gujarat

ETV Bharat / state

માંજલપુર-સયાજીગંજ વિધાનસભા પર ઉમેદવારોને લઈને ભાજપનું રહસ્ય અકબંધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly elections 2022) જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. વડોદરાની આઠ વિધાનસભા બેઠકની ટિકિટ જાહેર કરવામાં આવી છે. તો અન્ય બે બેઠકો સયાજીગંજ અને માંજલપુર બેઠકની (Sayajiganj and Manjalpur seat) ટિકિટ હજુ જાહેર કરવામાં આવી નથી.

માંજલપુર-સયાજીગંજ વિધાનસભા પર ઉમેદવારોને લઈને ભાજપનું રહસ્ય અકબંધ
bjps-secret-about-candidates-for-manjalpur-sayajiganj-assembly-remains-intact

By

Published : Nov 10, 2022, 7:53 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly elections 2022) જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. ભાજપ (Bhartiy janta party) દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાની (Vadodara district) વાત કરવામાં આવે તો વડોદરામાં જિલ્લામાં 10 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી આઠ વિધાનસભા બેઠકની ટિકિટ જાહેર કરવામાં આવી છે. તો અન્ય બે બેઠકો સયાજીગંજ અને માંજલપુર બેઠકની (Sayajiganj and Manjalpur seat) ટિકિટ હજુ જાહેર કરવામાં આવી નથી.

શા માટે માંજલપુર વિધાનસભા બેઠક જાહેર ન થઈ:વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા 2012 થી અસ્તિત્વમાં આવી છે તે પહેલા રાવપુરા વિધાનસભામાંથી સતત ચાર ટર્મથી ચૂંટતા પૂર્વ પ્રધાન અને હાલના ધારાસભ્ય યોગેશ પટેલ માંજલપુર વિધાનસભામાં 2012 અને 2017માં ચૂંટાયા છે. ત્યારે ફરી એકવાર યોગેશ પટેલ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી પરંતુ આજે જાહેર થયેલી યાદીમાં માંજલપુર વિધાનસભાને હજુ પણ કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર ન કરતા ફરી યોગેશ પટેલને ટીકીટ અપાય છે કે કેમ સાથે ભાજપ દ્વારા ઉંમર લાયક ઉમેદવારને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ બેઠક પર યોગેશ પટેલ નારાજ ન થાય તે માટે નામ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. સાથે આ બેઠક પર ભાજપના અન્ય દાવેદારોની પણ માંગણી રહી છે. આ વિધાનસભા બેઠક કોને મળે છે તે સૌથી મોટો સવાલ છે. આ બેઠક પર સ્થાનિક ઉમેદવારો દ્વારા વધુ ટીકીટ દાવેદાર અને માજી મુખ્યપ્રધાન આનંદી પટેલની પુત્રી અનાર પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. માટે સ્થાનિકને ટિકિટ આપવી કે આયાતી ઉમેદવારને તે મોટો પડકાર છે.

સયાજીગંજ વિધાનસભા બેઠક પર ઉમેદવાર સસ્પેન્સ: વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી મોટી વિધાનસભા બેઠક એટલે સયાજીગંજ વિધાનસભા બેઠક છે. આ વિધાનસભા બેઠક પર સતત ભાજપનો દબદબો રહ્યો છે અને આ વિધાનસભા બેઠક પર જીતેન્દ્ર સુખડિયા સતત ચાર ટર્મથી જીતતા આવ્યા છે...ત્યારે તેમને સ્વૈચ્છિક આ બેઠક પરથી ન લડવાનો નિર્ણાયક કરવામાં આવતા ફરી એકવાર ભાજપના દિગ્ગજ દાવેદારોની હરોળમાંમાંથી અન્ય ઉમેદવારની પસંદગી હજુ પણ ન થઈ હોવાના કારણે નામ જાહેર થયું નથી. આ બેઠક પર ખૂબ મોટા વડોદરા શહેરના જાણીતા નામ દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી છે ત્યારે પાર્ટી અન્ય કાર્યકરોની નારાજગીને લઈને બેઠક પર ઉમેદવારનું નામ સસ્પેન્સ રખાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ બેઠક પર મજબૂત ઉમેદવાર ભરત ડાંગર અને જીગર ઇનામદાર વચ્ચે હરીફાઈ હોવાના કારણે ટિકિટ સસ્પેન્સ રાખી હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે.

ત્રિપાંખિયા જંગનો અણસાર:બંને બેઠક પર કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સયાજીગંજ કોંગ્રેસ ઉમેદવાર વિપક્ષ નેતા અમી રાવત અને 'આપ'ના ઉમેદવાર સ્વેજલ વ્યાસ છે તો માંજલપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન સિંહ અને 'આપ'ના ઉમેદવાર વિનય ચાવનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details