વડોદરામાં સંગઠન પર્વની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી - vadodara
વડોદરાઃ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મધ્ય ગુજરાતના સંગઠન પર્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન પર્વના રાષ્ટ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદીએ પણ હાજરી આપી હતી.
વડોદરામાં સંગઠન પર્વની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આપી હાજરી
વડોદરામાં સંગઠન પર્વમાં હાજરી આપવા માટે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વડોદરા ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારે પત્રકારે અમિત જેઠ્વા કેસ વિશે પશ્ન પૂછ્યો હતો. તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, "અમને કાયદા પર વિશ્વાસ છે. કાયદો કાયદાનું કામ કરે છે. સરકારી સંસ્થાઓ પર અમને વિશ્વાસ છે. અગાઉ નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપો કરાયા છે. પરંતુ જનતા જાણે છે કે, કોર્ટે શું નિર્ણય આપ્યા હતા."