વડોદરાઃલોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતની મુલાકાત લીધી છે. મહાનગર વડોદરા અને પંચમહાલમાં આવીને તેમણે સભા ગજવી હતી. ગુજરાતમાં આવીને તેમણે વિપક્ષ પર વાર કર્યા હતા. તેમણે એક સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નવ વર્ષમાં વડાપ્રધાન મોદીએ ભારતની રાજકીય સંસ્કૃ઼તિને બદલી નાંખી છે. વંશવાદ અને વોટબેંકની રાજનીતિમાંથી બહાર નીકળીને દેશને વિકાસની દિશા આપી છે.
Nadda Gujarat Visit: ગરીબના નામે મત લેતી પાર્ટી એ ગરીબોને જ લૂંટવાનું કામ કર્યું
લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતની મુલાકાત લીધી છે. મહાનગર વડોદરા અને પંચમહાલમાં આવીને તેમણે સભા ગજવી હતી. ગુજરાતમાં આવીને તેમણે વિપક્ષ પર વાર કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીના નામ સાથે વાત કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી બ્રિટનમાં જઈને ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ભારતમાં પ્રજતંત્ર જોખમમાં છે. જેની દાદીએ ભારતમાં ઈમરજન્સી લાગુ કરીને લોકોને જેલ ભેગા કર્યા હતા એના જ પરિવારનો વ્યક્તિ આવી વાત કરી રહ્યો છે. ભારતમાં પ્રજાતંત્ર નહીં પણ આ લોકોની નેતાગીરી પર જોખમ છે.
વિપક્ષ પર વારઃતેમણે રાહુલ ગાંધીના નામ સાથે વાત કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી બ્રિટનમાં જઈને ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ભારતમાં પ્રજતંત્ર જોખમમાં છે. જેની દાદીએ ભારતમાં ઈમરજન્સી લાગુ કરીને લોકોને જેલ ભેગા કર્યા હતા એના જ પરિવારનો વ્યક્તિ આવી વાત કરી રહ્યો છે. ભારતમાં પ્રજાતંત્ર નહીં પણ આ લોકોની નેતાગીરી પર જોખમ છે. ગરીબીના નામ પર કોંગ્રેસે રાજ કર્યું છે. ગરીબીના નામ પર રાજનીતિ કરતી રહી. ગરીબો પાસેથી મત લીધા અને ગરીબોને જ લૂંટવાનું કામ કર્યું છે.
મોદીના શાસનમાં વિકાસઃ નડ્ડાએ ઉમેર્યું હતું કે, સિતેર વર્ષમાં 74 એરપોર્ટ બન્યા છે. વડાપ્રધાન મોદીએ માત્ર નવ વર્ષમાં 74 એરપોર્ટ બનાવી દીધા છે. જેમાંથી આઠ તો ગુજરાતમાં બની રહ્યા છે. એક એવો પણ સમય હતો જ્યારે વડાપ્રધાન એવું કહેતા કે, હું એક રૂપિયો મોકલું છું અને 85 પૈસા ગાયબ થઈ જતા હતા. હવે ખબર નહીં એ પૈસા કોના હાથમાં જઈ રહ્યા હતા. આજે ડિજિટલ ઈન્ડિયાનો સમય છે. પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં જમા થઈ રહ્યા છે. નવ વર્ષ પહેલા 92 ટકા મોબાઈલ વિદેશમાંથી તૈયાર થઈને આવતા હતા. સૌથી વધારે ચીનમાંથી આવતા હતા. આજે 97 ટકા મોબાઈલ ભારતમાં બની રહ્યા છે. સ્ટીલના ઉત્પાદનમાં ભારત ચોથા ક્રમે હતું આજે બીજા ક્રમે છે. દુનિયાની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં છે.