વડોદરામાં કાર્યકર્તાઓ સંવાદ કાર્યક્રમ વડોદરા: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે ચૂંટણી પૂર્વે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગોધરામાં એક જાહેર સભામાં હાજરી આપ્યા બાદ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરિવારવાદ પર પ્રહાર: ગુજરાતના વડોદરામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પરિવારવાદ પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદી દેશ માટે લડી રહ્યા છે. તમામ પક્ષો પરિવારને બચાવવામાં લાગેલા છે. દેશને વંશવાદમાંથી બહાર કાઢી વિકાસ તરફ લઈ ગયા. તેમણે જણાવ્યું હતું કે આજે ભારત બ્રિટનને પછાડીને પાંચમી મોટી અર્થ વ્યવસ્થા બની છે.
ઓડિટોરિયમમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી
પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ: આજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે પહોંચી સૌપ્રથમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેઓએ વડોદરા ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ અને પાટણ લોકસભા બેઠકના કાર્યકરો અને હોદ્દેદારો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમ પૂર્વે ધોધમાર વરસાદ વચ્ચે પણ વડોદરા એરપોર્ટથી ભવ્ય રેલી સ્વરૂપે યુવા કાર્યકર્તાઓ સાથે ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા.
વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી: વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષની આગેવાનીમાં યુવા મોરચાની ભવ્ય રેલી એરપોર્ટથી ભર વરસાદમાં આજવા ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે પહોંચી હતી. પરિસરમાં પોહચતા જ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યયની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ઓડિટોરિયમમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
- PASAA Act: દિલ્હીમાં PASAA એક્ટને LG દ્વારા મંજૂરી, લાગુ થશે ગુજરાતનો કાયદો !
- SC On Centre Ordinance: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની વટહુકમને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી